Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

ધોરાજી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે ૪૫ દિવસીય શ્રાવણ માસના અનુષ્ઠાન ની પૂર્ણાહૂતિ થઇ

શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ 45 દિવસીય ઉગ્ર તપશ્ચર્યા નો વૈદિક મંત્રોચ્ચાર સાથે સમાપન થયું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી ના જન્માષ્ટમી ગ્રાઉન્ડ ખાતે આવેલ પ્રાચીન શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે ૪૫ દિવસીય શ્રાવણ માસનો લઘુ રુદ્રી મહાયજ્ઞ સાથે શ્રી મહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ 45 દિવસીય ઉગ્ર તપસ્યા માં બેઠા હતા જે આજરોજ ભાદરવી અમાસના રોજ શ્રાવણ માસની પૂર્ણાહૂતિ પ્રસંગે વૈદિક મંત્રોચાર અને મહાયજ્ઞ દ્વારા ઉગ્ર તપસ્યા નું  સમાપન કરવામાં આવ્યું હતું

ધોરાજીના જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ખાતે આવેલ પ્રાચીન શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે છેલ્લા ૪૫ દિવસથી શ્રાવણ માસ નિમિત્તે આશ્રમના મહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ગુરુ શિવસાગર જી મહારાજ 45 દિવસ સુધી શ્રાવણ માસ નિમિત્તે ઉગ્ર તપશ્ચર્યા કરી હતી આ સમયે શ્રી બટકેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં દરરોજ લઘુ રુદ્રી મહાયજ્ઞ મંડલીકપુર ના વિદ્વાન બ્રાહ્મણ મુકેશ અદા વ્યાસ દ્વારા કરવામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે દરરોજ બિલીપત્રનો અભિષેક સાથે આરાધના કરવામાં આવતી હતી
આજરોજ ભાદરવી અમાસ નિમિત્તે 45 દિવસ શ્રાવણ માસની પૂર્ણાહૂતિ પ્રસંગે શ્રી દિગંબર લાલુગિરિજી મહારાજ ના સાનિધ્યમાં લઘુ રુદ્રી મહાયજ્ઞ યોજાયો હતો આ પ્રસંગે ધોરાજીના  અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ડો.હેમાંગ રાઠોડ વત્સલ રાઠોડ વિગેરે અગ્રણીઓ મહાયજ્ઞમાં યજમાન નો દિવ્ય લાભ લીધો હતો
આ સમયે મંડલીકપુર ના શાસ્ત્રી મુકેશ અદા સહિત અન્ય વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે 45 દિવસ અનુષ્ઠાનની પુર્ણાહુતી  કરવામાં આવી હતી
આ સમયે ઉગ્ર અનુષ્ઠાન માં બેસેલા શ્રી મહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ એ આશીર્વાદ પાઠવતા જણાવેલ છે આહવાન અખાડા ની પરંપરા મુજબ 45 દિવસીય શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે હાલમાં દેશ અને વિશ્વભરમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે મહાદેવને પ્રાર્થના છે કે દેશ અને વિશ્વ માંથી ભગવાન બટકેશ્વર મહાદેવ તાત્કાલિક આ મહામારી માંથી મુક્તિ આપે તે અંગે પ્રાર્થના કરી હતી અને વિશ્વશાંતિ નો યજ્ઞ ની અંદર સંકલ્પ લેવડાવ્યા હતા

(8:39 pm IST)