Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

રાજુલામાં પ્રોજેકટ મેનેજરની હત્યામાં આરોપી પણ ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં

આડેધડ છરીના ઘા ઝીંકનાર પ્રધ્યુમનસિંહ ગોહિલની પોલીસ ધરપકડ કરશે

(શિવકુમાર રાજગોર દ્વારા) રાજુલા તા. ૬: રાજુલામાંગાડી કેમ સ્પીડમાં ચલાવે છે તેમ કહીને જીપીપીસીનાં મેનેજર સુભોદીપ ભદ્રની હત્યા કરનાર પ્રધ્યુમનસિંહ ગોહિલને પણ ઇજા થતા તેને મહુવા સારવારમાં ખસેડેલ છે. ત્યારબાદ પોલીસ તેની ધરપકડ કરશે.

પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રે દસથી સાડા દસ વાગ્યાના સમયે છતડીયા રોડ પર આવેલ સરસ્વતી સ્કુલ પાસે આવેલ દેવ રેસીડેન્સીમાં હત્યાનો બનાવ બન્યો હતો.

અંસુમન ધોશ (ઉ.વ.પ૬) તેમના પ્રોજેકટ મેનેજર સુભોદીપ ભદ્ર તેમને ત્યાં આવેલા મહેમાનોને મુકવા જવા જીપીપીસી (ગુજરાત પાવર કોર્પોરેશન કંપની) કંપનીની ગાડી ઇનોવા લઇને અંશુમન તેમની સાથે અંકિત સનોડીયા હોટલ રાજ પેલેસ મુકવા ગયા હતા. મુકીને પરત દેવ રેસિડેન્સી આવી તેમને ગાડી કેમ સ્પીડમાં ચલાવે છે. આ બાબતને લઇને બોલાચાલી કરીને આરોપી પ્રધ્યુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલ જતો રહેલ થોડીવારમાં આરોપી છરી અને હથિયાર લઇને આવ્યો હતો.

ત્યારે સુભોદીપ ભદ્રને આડેધડ છરીના ઘા મારતા વચ્ચે છોડાવવા અંકિત પટેલ તેને પણ છરીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી. તેમજ સાથે રહેલ શરફરાજખાન નામના ઇસમને પણ આંગળીઓના ભાગે ઇજાઓ પહોંચાડેલ છે. જયારે સુભોદીપને આ તિક્ષણ ઘાને કારણે ગંભીર ઇજાઓ થયેલ હોય મૃત્યુ નીપજેલ છે. જયારે અન્ય એક ઇસમ ગંભીર ઇજાઓ થયેલ હોય ભાવનગર રીફર કરેલ છે.

આરોપીને પણ ઇજા થયેલ હોય જેથી તેને પ્રથમ રાજુલાને ત્યાંથી મહુવા રીફર કરેલ હોય તેની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરેલ છે. આમ સામાન્ય ગાડી સ્પીડમાં ચલાવવાની બાબતે ખુબ મોટું સ્વરૂપ લઇ લેતા રાજુલા શહેરમાં ચકચાર મચી ગયેલ છે.

(12:50 pm IST)