Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

શાપુર નજીક આવેલ ગાદોઇ ટોલનાકા પાસેથી ઇંગ્લીશ દારૂની કારમાં હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો પીએસઆઇ અલ્પા ડોડીયાનો સપાટો

જુનાગઢ તા. ૬ :.. જુનાગઢ રેન્જના ડીઆઇજી મનિંદર પ્રતાપસિંઘ પવાર જુનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક રવીતેજા વાસમસેટીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે. બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ વંથલી પો. સ્ટે.ના પો. સબ. ઇન્સ. એ. પી. ડોડીયા તથા વંથલી પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે વંથલી તાલુકાના ખોખરડા ફાટક અને ગાદોઇ ટોલનાકાની વચ્ચે વોચમાં રહી આરોપી સાંગાભાઇ લખમણભાઇ મોરી (ગાંધીગ્રામ સિધ્ધી સોસા. શેરી નં. પ) રહે. જુનાગઢ વાળાને સફેદ કલરની ઇકો કાર રજી. નંબર જીજે-૦૩-એફકે. ૯ર૩પ વાળીમાં ભરેલ જુદી જુદી બ્રાંડની ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની પેટીઓ નંગ-૬ સાથે પકડેલ.

જેમાં (૧) ઇન્ડીયન બ્લુ બ્લેન્ડેડ ગ્રેઇન વ્હીસ્કી ઇ. એન. એસ. બીએએસઇડી બોટલ ૭પ૦ એમ. એલ. ૪ર.૮ ટકા વી. વી. ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી બનાવટની પેટીઓ નંગ ૩ જે દરેક પેટીમાં ૧ર બોટલ હોય જે એક બોટલની કી. રૂ. ૪૦૦ લેખે ૩૬ બોટલની કિ. રૂ. ૧૪,૪૦૦ તથા (ર) ઇમ્પેકટ બ્લુ કલાસીક વ્હીસ્કી ૭પ૦, એમ. એલ. ૭પ ટકા પ્રુફ, ૪ર.૮ ટકા, વી. વી. ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી બનાવટની પેટીઓ નંગ ૩ જે દરેક પેટીમાં ૧ર બોટલ હોય જે એક બોટલની કી. રૂ. ૪૦૦, લેખે ૩૬ બોટલની કિ. રૂ. ૧૪,૪૦૦ મળી કુલ બોટલ નંગ ૭ર જેની કિ. રૂ. ર૮,૮૦૦ તથા મોબાઇલ ફોન ૧, કિ. રૂ. ૩૦૦૦ તથા ફોર વ્હીલ ઇકો કાર-૧ જેની કિ. રૂ. ૧,પ૦,૦૦૦ મળી કુલ રૂપિયા  ૧,૮૩,૮૦૦ નો મુદામાલ મળી આવતા વંથલી પો. સ્ટે.માં ગુન્હો રજીસ્ટર કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

આમ ઉપરોકત કામગીરી વંથલી પોલીસ સ્ટેશનના પો. સબ. ઇન્સ. એ. પી. ડોડીયા તથા પો. હેડ કોન્સ. બી. એન. પરમાર તથા પી. એસ. ઠાકર તથા ટી. એચ. મેવાડા તથા પો. કોન્સ. ભરતસિંહ કે. સીસોદીયા તથા કિરીટભાઇ કામળીયા તથા અરૂણભાઇ મહેતા તથા ભરતસિંહ એન. સીસોદીયાએ સાથે મળી કરેલ છે.

(12:49 pm IST)