Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

સાવરકુંડલાના હાથસંગ ગામે વિકલાંગની માતા તોકતે વાવાઝોડા મકાનનું લાકડું માથે પડતા નાથીબેનનું મૃત્યુ થયેલ તે અંગેની સહાય હજુ સુધી મળી નથી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૬ તાલુકાના હાથસંગ ગામે તોકતે વાવાજોડા મકાનનું લાકડું પડતા નાથી બેન મકવાણાનું મૃત્યુ થયેલ તે અંગે નું સર્વે પણ કરવા માં આવેલ છતાં  પણ આજદી સુધી અરજદારને સહાય મળી નથી તો તાત્કાલિક મૃત્યુકના વિકલાંગ દીકરાને  સહાય મળે તેવી વ્યવસ્થા કરવા માં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે

 ગુજરાત સરકાર ગુજરાત ને વિકાસશીલ વાય બ્રાન્ડ અને પ્રગતિશીલ ગુજરાત ગણાવી રહ્યા છે અને વિકલાંગો પ્રત્યે ભારે સાનભુતી પણ દાખવે છે તો વિકલાંગ સહાય થી વંચિત રહે?  તે શરમ જનક બાબત ગણાય તેવું સાવરકુંડલા તાલુકા ના હાથસંગ ગામે બનવા પામ્યું છે

સાવરકુંડલા તાલુકા ના હાથસંગ ગામે સુરેશભાઈ નાથાભાઇ મકવાણા ના મકાન નું વાવાજોડા  લાકડું નાથીબેન મકવાણા ઉ વ ૫૫ ઉપર પડતા નાથીબેનનું મૃત્યુ થયેલ  હતું  તે અંગે તેમના વિકલાંગ દીકરા સુરેશભાઈ નાથાભાઇ મકવાણાએ તેમના માતા નાથીબેન મકવાણાની સહાય અંગે સરકાર શ્રી માં સર્વે કરવી સહાય મેળવા માટે માગણી કરેલ હતી  પરંતુ આજે તોકતે વાવાજોડા આવ્યા તેને છ માસ ઉપરાંત જોવો સમય થવા આવેલ છે છતાં પણ આ બિચારા વિકલાંગ સુરેશભાઈ મકવાણા એ અનેક વખત રૂબરૂ લાગતા વળગતા વાળા તંત્ર ને રજુઆત કરેલ છતાં પણ આજદી સુધી સહાય પણ મળી નથી તેમજ અરજદાર ને યોગ્ય જવાબ પણ મળતો નથી તેવો બળાપો સાંભળવા મળેલ હતો.

 તોકતે વાવાજોડાના કારણે મકાન નું લાકડું પડી જવાથી નાથી બેન મકવાણાના મૃત્યુ થાય અંગે સાંસદ નારણ ભાઈ કછડીયા  અને દીપકભાઈ માલાણી એ પણ રૂબરૂ મુલાકાત લીધી હોવા છતાં પણ આજદી સુધી વિકલાંગ સુરેશભાઈ મકવાણાને સહાય મળેલ નથી

સાવરકુંડલાના મામલતદારએ હાથસંગ ગામે પીડિત સુરેશભાઇ મકવાણાની માતાનું મૃત્યુ થયેલ હોવા નું સર્વે કરેલ હોવા છતાં સહાય ન મળે તે કેવી અજુગતું અને નવીનતા જેવી વાત ગણાય ?   ગરીબોના હિત ની અને વિકાસશીલ ગુજરાતની વાતો કરવી અયોગ્ય ગણાય કેમ કે એક નિરાધાર વિકલાંગ ને મૃત્યુ માતા ની સહાય ન મળતી હોય ને એટલે

તંત્ર વાળા ઓ વિકલાંગ પ્રત્યે સહાનુભીતિ દાખવી  તાત્કાલિક વિકલાંગ સુરેશભાઈ મકવાણા ને સહાય મળે તેવી વિકલાંગ સુરેશભાઈ મકવાણા એ બળાપા સાથે માગણી કરેલ હતી.

(12:51 pm IST)