Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ધોરાજી ખાતે હોમગાર્ડડેની ઊજવણી કરાઇ : સરકારી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી ખાતે હોમગાર્ડ જવાનો દ્વારા હોમગાર્ડ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી કાર્યક્રમમાં સરકારી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં પ્રાંત અધિકારી જી.વી. મિયાણી, પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમત સિંહ જાડેજા, નગરપતિ ડી એલ ભાષા વેપાર ઉદ્યોગ મહામંડળ ના લલીતભાઈ વોરા ધોરાજી હોમગાર્ડ કમાન્ડર ઓફિસર વી. ડી પરમાર તેમજ એચ.પી. ગોહેલ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ધોરાજી હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે હોમગાર્ડ પરેડ વૃક્ષારોપણ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા કાર્યક્રમનું સંચાલન ધોરાજી હોમગાર્ડ કમાન્ડર વિ.ડી. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધોરાજી હોમગાર્ડ યુનિટ ના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી

(9:23 pm IST)