Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ધોરાજીમાં ડામર રોડ બનાવવાં લાતી બજારના વેપારીઓએ નગરપાલિકા તંત્ર વાહકોને રજૂઆત કરી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીમાં ડામર રોડ બનાવવાં લાતી બજારના વેપારીઓ એ નગરપાલિકા તંત્ર વાહકોને રજૂઆત કરી હતી

ધોરાજીના બલૂસ્ટાર લાતી બજાર વિસ્તારના ઓધોગીક વેપારીઓ ધોરાજી નગરપાલિકા કચેરી એ દોડી જઈ ને બિસ્માર રોડ રસ્તા પર ડામર રોડ બનાવવાં માટે રજૂઆત કરાઈ છે

વેપારીઓએ તંત્ર વાહકોને અપાયેલ લેખીત રજૂઆતમા જણાવ્યું છે કે ધોરાજી શહેર મધ્યમાં આવેલ વિસ્તારમાં ધણા વેપારીઓની દૂકાનો અને ઓધોગીક કારખાના આવેલ છે

 આ વિસ્તારમાં બિસ્માર રસ્તાઓથી લોકો, વાહનચાલકોને હેરાન પરેશાન થવૂ પડે છે ડામર રોડ બનેલ નથી ખાડા ખબડા વાળા બિસ્માર રસ્તાથી હાલાકી ભોગવવી પડે છે તો પોલીસ મથક થી પાવરા હાઉસ વાળો ગણેશ ઓઈલ મીલ વાળો મેઈન રોડ, ડો સૂતરીયાના દવાખાનાથી બલૂસ્ટાર સિનેમા સૂધી નો રોડ, સરસ્વતી સ્કૂલથી ખેડૂત ઓઈલ મીલવાળો રોડ,આઈસ ફેકટરીથી અલી નગર સૂધીનો બિસ્માર રોડને ડામર માર્ગે બનાવવા માટેની માગણી કરાઈ છે તંત્ર વાહકો દ્વારા સદરહૂ રોડ રસ્તાની સમસ્યા હલ કરવા માટે કાયવાહી કરાઈ તેવી રજૂઆત કરાઈ છે.

(9:28 pm IST)