Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

કોડીનારના આલીદરમાં વિજ કરંટથી સિંહણના મોતમાં ૪ શખ્‍સો જેલ હવાલે

(અશોક પાઠક દ્વારા)કોડીનાર તા.૬: આજથી ૨૦ દિવસ પૂર્વે કોડીનાર તાલુકાના આલીદર ગામની સીમમાં સિંહણને શોર્ટ લાગતા મૃત્‍યુ પામતા અને આ મૃતદેહનો નિકાલ કરવા માટે તેને સળગાવી દેવાની ઘટના બની હતી જેને પગલે વનવિભાગમાં દોડધામ મચી ગઈ હતી આ ઘટનાનો ભેદ ઉકેલવા વનવિભાગ દ્વારા એફ એસ એલ, ડોગ્‍સકોર્ડ અને સાયન્‍ટિફિક ટિમોની મદદ પણ લેવાય અને આ ઘટના સાથે સંકળાયેલા સવાલોના જવાબ મેળવવા તાપસ આદરી હતી. તપાસના અંતે વનવિભાગ દ્વારા આલિદર ગામના કરશન રાણા બાંભાણીયા,કરશન સુરસીંગ બારડ,ગોપાલ દાના વાંઝા અને સુનિલ કરશન બાંભાણીયાની ધરપકડ કરી હોવાના અહેવાલો આધારભૂત સૂત્રોમાંથી મળી રહ્યા છે જોકે આ મામલે વનવિભાગ દ્વારા હજુ પણ મૌન સેવાઈ રહ્યું છે.

૨૦ દિવસ પૂર્વે આલીદરના કાળીધારના ખારા વિસ્‍તારમાં વીજ કરંટ લગતા મોત પામેલી સિંહણના મૃત દેહને પુરાવાના નાશ કરવાના હેતુથી સળગાવી દીધાનું વનવિભાગને મળેલ બાતમીના આધારે ધ્‍યાને આવતા તેમણે વિવિધ વિભાગોને જાણ કરતા કાફલો ઘટનાસ્‍થળે દોડી ગયો હતો. આ સ્‍થળે સરકારી ખરાબાની જમીન પર વાવેતર કરાતું હતું. વળી અહીં કોઇ કાયદેસર વીજ જોડાણ પણ ન હતા, પરંતુ વીજ લાઇનમાંથી સીધો છેડો લેવાયો હતો.વનવિભાગે તેથી વનવિભાગે પીજીવીસીએલને જાણ કરતાં વીજ અધિકારીઓની ટીમ પણ ઘટના સ્‍થળે પહોંચી અને સાસણ અને જામવાળાના આરએફઓ, બે વેટરનરી ડોક્‍ટર, ટ્રેકર્સ ટીમ સહિત વનવિભાગ સાથે ૨ દિવસની સંયુક્‍ત તાપસ હાથધરી સિંહણના મોતને લગતા પુરાવા એકઠા કર્યા હતા. શરૂઆત માં તો વનવિભાગનું માનવું હતું કે અન્‍ય કોઈ વન્‍ય પ્રાણીનું મોત વીજકરંટથી થયું હશે પણ તજજ્ઞોની મદદ અને ટ્રેકરો દ્વારા ફૂટ માર્ક પરથી પગલાં સિંહણના જ હોવાની પુષ્ટતા કર્યા બાદ ૫૦૦ મીટરના લેવાયેલ વીજ જોડાણમાં અનેક જગ્‍યા પર કરેલ સાંધામાં એક સાંધામાં સિંહણના વાળ અને ચામડી જોવા મળેલ અને તેનાથી આગળ કોઈ ફૂટ માર્ક જોવાના મળતા તેજ જગ્‍યા પર સિંહણનું શોર્ટ લગતા મૃત્‍યુ થયું હોવાનું જાણી અને ત્‍યાંથી સિંહણને ઢસડી હોવાના નિશાન મળતા પુરાવાનો નાશ કરવા તેના મૃતદેહને સળગાવાયો તે સળગેલી જગ્‍યા ઉપરથી રાખના નમુના તેમજ મળેલ હાડકાની તપાસ આદરી તેના પુરાવા ભેગા કરવા એફએસએલ અને સાયન્‍ટિફિક ટીમની મદદ લઇ સ્‍થળ પર ની સ્‍થિતિ અને તાપસ ના આધારે વનવિભાગ દ્વારા સિંહણના મોતનો ગુનો નોંધી આલિદર ગામના કરશન રાણા બાંભાણીયા,કરશન સુરસીંગ બારડ,ગોપાલ દાના વાંઝા અને સુનિલ કરશન બાંભાણીયાની ધરપકડ કરી ૪ આરોપીઓને વનવિભાગ દ્વારા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે રિમાન્‍ડ અને જમીન નામંજુર કરી જૂનાગઢ જેલ હવાલે કર્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે હજુ આ કેસમાં વનવિભાગ સમગ્ર ઘટના અંગે મૌન છે પણની તપાસ ચાલુ છે વધું આરોપીઓની ધરપકડ થવાના એંધાણ પણ મળી રહ્યા છે.

 વનવિભાગ દ્વારા સ્‍થળ પર સતત ૨ દિવસ તાપસ કરી ટ્રેકરો દ્વારા ખાતરી કરેલ પગલાં આધારે,વાયર પર ચોંટેલા વાળ અને ચામડી ,ઢસડવાના સ્‍થળ પર મળેલ વાળ અને સળગાવેલ જગ્‍યા પર મળેલ રાખ અને હાડકાનાᅠ સિંહણનુ જ મૃત્‍યુ થયાનું પુષ્ટતા કરી ગુનો નોંધી આખરે વન વિભાગે સિંહણના મોત બાદ મદદગારીમાં સામેલ હોવાનો આરોપ સાથે ૪ લોકોની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્‍યું છે.

આરોપી ઓ એ સિંહણ ના મૃત્‍યું બાદ બનાવની જગ્‍યા એ તેમજ સળગાવેલી તે બંને જગ્‍યા પર સિંહણનું લોહી પડ્‍યું હતું તેથી માંખી કે કોઈ જીવજંતુ તેમજ અન્‍ય કોઈને જાણ ન થાય તે માટે ડી.ડી.ટી પાવડર છાંટી તેમજ સિંહણના મૃતદેહની રાખ અલગ અલગ જગ્‍યાએ શેરડીના વાળ નાખી પુરાવાનો નાશ કર્યો હતો જે પણ વનવિભાગ દ્વારા કબ્‍જે કરાય હતી.

વન વિભાગે જેના ટ્રાન્‍સફોર્મરમાંથી વીજ લાઇન આપી તે ખેડૂત જેના ખેતરમા શોર્ટ લાગ્‍યો તે ખેડૂત અને જેની વાડીમા વીજ લાઇન પહોંચાડી તે ખેડૂત સહિત અન્‍ય ખેડૂતોની પૂછપરછ કરી હતી અને ત્‍યારબાદ જે ખેડૂતે પોતાના ટ્રાન્‍સફોર્મરમાંથી વીજળી આપી તે કરશનભાઈ બારડ ત્‍યારબાદ જેના શેઢા પર સિંહણને શોર્ટ લાગ્‍યો તે ખેડૂત ગોપાલભાઈ વાંજા તેમજ કરશનભાઈ બાંભાણીયા અને સુનિલભાઈ બાંભાણીયાની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.

(11:48 am IST)