Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ભાવનગર : અતુલ્‍ય વારસો આઈડેન્‍ટિટી એવોર્ડ માટે શિક્ષક દંપતી શીતલબેન ભટ્ટી અને રમેશભાઈ બારડની પસંદગી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૬ : ગુજરાતની ઐતિહાસિક અને સાંસ્‍કળતિક વિરાસતને વિવિધ માધ્‍યમથી ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહેલ વ્‍યક્‍તિઓનું યોગ્‍ય સન્‍માન થાય તે હેતુથી ‘‘હિસ્‍ટોરિકલ એન્‍ડ કલ્‍ચરલ રિચર્સ સેન્‍ટર'' નામે ‘‘અતુલ્‍ય વારસો'' સંસ્‍થા દ્વારા ગુજરાતમાંથી ૮૬  પ્રતિભાવંત અને વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા  પ્રભાવકોનું સન્‍માન કરવા માટે અતુલ્‍ય વારસો આઇડેન્‍ટિટી એવોર્ડ ૨૦૨૨ જાહેર કરવામાં આવેલ છે. સમગ્ર ગુજરાતમાંથી ૮૬  પ્રતિભાવંત વ્‍યક્‍તિઓ પસંદ થયા છે, તેમાં ભાવનગરના ચાર વ્‍યક્‍તિઓમાંથી રમેશભાઈ બારડ અને શીતલબેન ભટ્ટી રમકડાં દ્વારા શિક્ષણમાં નવી પહેલ માટે પસંદ થયા છે. તેઓનો તારીખ ૨૫- ૧૨- ૨૦૨૨ ના રોજ ગાંધીનગર ખાતે અતિથિવિશેષોની ઉપસ્‍થિતિમાં એવોર્ડ સમારંભ યોજાશે. આ વિશિષ્ટ એવોર્ડ સમગ્ર ભાવનગર જિલ્લાના શિક્ષણ જગત માટે ગૌરવ સમાન છે.

(11:49 am IST)