Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

જુનાગઢના બે રિક્ષા ચાલકની હત્‍યામાં સાઇનાઇડ પુરૂ પાડનાર શખ્‍સની ધરપકડ

સાઇનાઇડનું પગેરૂ જેતપુર અમદાવાદ સુધી નિકળ્‍યું એસ.પી. રવિતેજા વાસમશેટ્ટી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૬ :  જૂનાગઢ, ગાંધીચોકમાં જાહેર શૌચાલયની બાજુમાં રીક્ષા સ્‍ટેન્‍ડ પાસે રફિક હસનભાઇ ઘોઘારી તથા ભરત ઉર્ફે જોન છગન પીઠડીયા રહે. બંન્ને જૂનાગઢવાળાઓએ ઝેરી પ્રવાહી પી જતા મોઢામા ફિણ આવી જતા અને ચકકર આવી પડી જતા જુનાગઢ સરકારી દવાખાને સારવાર દરમ્‍યાન મરણ ગયેલ છે. જે બાબતે જૂનાગઢ બી ડીવીજન પો.સ્‍ટે. અકસ્‍માત મોત નં-૬૩/ર૦રર સી.આર.પી.સી કલમ-૧૭૪ મુજબનો બનાવ તા.ર૯/૧૧/૨ર૦૨૨ ક.૦૦/૧૫ વાગ્‍યે જાહેર થયેલ. આ કામે તપાસના અંતે જુનાગઢ બી ડીવી. પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦ર૪ર૨૧૦૫૧/ર૦રર ઇ.પી.કો. ક. ૩૦૨, ૩૦૪, ૩૨૮, ૧૨૦(બી), ૩૪, મુજબનો દાખલ થયેલ છે.

 ઉપરોકત અતિચર્ચાસ્‍પદ બનાવ વિધાનસભા ચુંટણી સમયે જ બનેલ હોય અને લોકમુખે ‘‘લઠ્ઠાકાંડ'' જેવા શબ્‍દોની ચર્ચા થતી હતી. જેમાં ગુજરાત રાજયના માન. પોલીસ મહાનિર્દેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી  દ્વારા આ ગંભીર બનાવની નોંધ લઇ તાત્‍કાલીક એડી. ડી.જી.પી.  રાજકુમાર પાંડીયન તથા ગુજરાત રાજય એ.ટી.એસના અધિકારીશ્રીઓને તાત્‍કાલીક જૂનાગઢ તપાસ અર્થે મોકલેલ હોય અને આ અતિ ચર્ચાસ્‍પદ અને ગંભીર બનાવને ધ્‍યાને રાખી જૂનાગઢ રેન્‍જનાં પોલીસ મહાનિરીક્ષક  મયંકસિંક યાવડા સાહેબ તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીઓ તથા  હિતેષ ધાંધલ્‍યા, નાયબ પોલીસ અષિક્ષક, જૂનાગઢ વિભાગ, જૂનાગઢનાઓ દ્વારા જાતેથી અંગત રસ દાખવી સતત રાત દિવસ જોયા વગર જાતેથી હાજર રહી જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિકારીઓ તથા પો.સ્‍ટાફની અલગ-અલગ ટીમો બનાવી બન્ને અધિકારીશ્રીઓ દ્વારા પોતાનુ સીધુ સુપરવિઝન જીલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પુરી પાડી બનાવ ડીટેક્‍ટ કરવા સુચના કરેલ હોય. જે સુચના અને માર્ગદર્શન આધારે ક્રાઇમ બ્રાન્‍ચ, જૂનાગઢના પો.ઇન્‍સ. જે.એચ.સિંધવ, પો.સ.ઇ.  જે.જે.ગઢવી તથા પો.સ્‍ટાફ દ્વારા ઉંડાણ પુર્વક તપાસ કરતા આ બનાવ ખરેખર આક્‍સમિક કે લઠ્ઠાકાંડનો નહી પરંતુ પ્રેમ -કરણ આધારે પ્રિ-પ્‍લાન ખુનનો બનાવ હોવાનુ શોધી કાઢેલ અને આ કામે (૧) આસિફ સ/ઓ રજાકભાઇ નુરમહમદભાઇ ચૌહાણરહે. ગુલશન-એ-ગરીબ નવાજ સોસાયટી, ખરાવાડ, ધાંચીપટ, જુનાગઢ (ર) ઇમરાન કાસમભાઇ યૌહાણ રહે. ઘાંચીપટ, ગુલશન-એ-ગરીબ નવાજ સોસાયટી, જૂનાગઢ (૩) મહેમુદાબેન વા.ઓ. રફિકભાઇ હસનભાઇ ઘોઘારી રહે, ગુલશન-એ-ગરીબ નવાજ સોસાયટી, ખરાવાડ, ઘાંચીપટ, જુનાગઢ વાળાઓને હસ્‍તગત કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ હતી.

  આ કામે પકડાયેલ ઉપરોક્‍ત ત્રણેય આરોપીઓએ પુર્વઆયોજીત કાવત્રુ કરી મરણજનાર રફીકભાઇ ઘોઘારી તથા મરણજનાર ભરતભાઇ ઉર્ફે જોનને અતિ ઝેરી એવુ સાઇનાઇડ ઝેર આપી મારી નાખેલ હોવાની હકિકત બહાર આવેલ હોય. જેથી આ સાઇનાઇડ ઝેર ખરેખર કયાથી અને કોણ લાવ્‍યુ અને સાઇનાઇડ આરોપીઓ સુધી પહોચાનાર વ્‍યક્‍તિનો શુ રોલ છે. તે હકિકત બહાર લાવવા માટે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી તથા  હિતેષ પાંધલ્‍યા, નાયબ પોલીસ અધિક્ષક, જૂનાગઢ વિભાગ, જૂનાગઢનાઓ સુચના કરી ક્રાઇમ બ્રાન્‍ચના પો.ઇ.  જે.એચ.સિંધવ તથા બી ડીવી.પો.સ્‍ટે.ના પો.ઇ. નિરવ શાહની રાહબારી હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરેલ હોય અને તપાસમાં ફલીત થયા મુજબ ઇકબાલ આઝાદ નામના ઇસમે આ સાઇનાઇડ ઝેર મુખ્‍ય સુત્રધાર આસીફ ચૌહાણને પુરૂ પાડેલ હોવાનુ જાણવા મળતા આ કામે મજકુર ઇસમ ઇકબાલ આઝાદની તપાસ હાથ ધરતા ક્રાઇમ બ્રાન્‍ચના પો.ઇ. જેએએચ.સિંધવ, પો.સ.ઇ.  જે.જે.ગઢવી તથા સ્‍ટાફના વિક્રમભાઇ ચાવડા, સાહીલભાઇ સમાને મળેલ ચોક્ક્‌સ હકિકત આધારે મજકુર ઇસમ જુનાગઢ મજેવડી દરવાજા મહાસાગરની ઓફીસ નજીકથી મળી આવતા તેને રાઉન્‍ડઅપ કરી યુક્‍તિ -યુક્‍તિથી પોલીસની ભાષામાં પુછપરછ કરતા મજકુર ઇસમ ભાંગી પડેલ અને સાચી હકિકત જણાવેલ કે, આ કામનો મુખ્‍ય આરોપી આસીફ પોતાનો નાનપણનો મિત્ર હોય અને આસીફને તેના પાડોસી રફીકભાઇની પત્‍નિ મેહમુદાબેન સાથે  પ્રેમ સબંધ હોય અને આસીફ આ મેહમુદાબેન સાથે લગ્ન કરવા માંગતો હોય. પરંતુ મરણજનાર રફીકભાઇ જીવીત હોય. ત્‍યા સુધી લગ્ન કરી શકે તેમ ન હોય. જેથી રફીકભાઇને સાઇનાઇડ નામનુ ઝેર આપી મારી નાખવા માટે આસીફએ તેને સાઇનાઇડ ઝેર શોધી આપવા અને મદદ કરવાનુ કહેતા પોતે પોતાના મિત્રને મદદ કરવા માંગતો હોય. જેથી પોતાના મિત્ર સરફરાજ મુસાભાઇ ખેદારા રહે. જેતપુર વાળા મારફતે યશ ચંદુભાઇ ગોંડલીયા રહે. જેતપુર વાળાનો સંપર્ક કરી કાપડમાં ચમક

 લાવવા માટે સાઇનાઇડ ઝેર મંગાવતા મજકુર ઇસમ યશ ગોંડલીયાએ અમદાવદની ‘‘ઉમા કૈમીકલ''નામની કંપનીમાંથી આ સાઇનાઇડ ઝેર મંગાવી આપતા પોતે આસીફને આપેલ હતું અને આસીફે આ ઝેર રફીકભાઇની રીક્ષામાં રહેલ પ્રવાહી ભરેલ દાવત સોડાની બોટલમાં ભેળવી દેતા બનાવ બનેલ હોવાની હક્‍ીકત જણાવેલ છે જે ઇસમને રાઉન્‍ડઅપ કરી વધુ કાર્યવાહી માટે બી ડીવી.પો.સ્‍ટે.ને સોપી આપેલ છે તેમજ આ કામે સરફરાજ ખેદારા રહે. જેતપર તથા યશ ગોંડલીયા રહે. જેતપુર તથા ઉમા કેમીકલ કંપની અમદાવાદની આ કામે શુ ભુમીકા રહેલ છે. તેની તપાસ હાલ ચાલુ છ.ે

પોલીસે ઇકબાલ ઉર્ફે આઝાદ ઉર્ફે લાંબો સ/ઓ સુલતનાભાઇ હુશેનમીયા શેખ સીપાઇ ઉ.પ૦ ધંધો ભંગારનો રહે. નરસિંહ મહેતાના ચોરા પાછળ, પીશોરીવાડા મસ્‍જીદ સામે જુનાગઢની ધરપકડ કરી છે.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્‍ચ જુનાગઢના પો.ઇન્‍સ. જે.એચ.સિંધવ તથા બી ડીવી.પો.સ્‍ટેના પો.ઇ. નિરવ શાહ તથા પો.સ.ઇ. જે.જે.ગઢવી પો.સ.ઇ.ડી.એમ.જલુ, પો.સ.ઇ. વિ.કે. ઉંજીયા તથા ક્રાઇમ બ્રાન્‍ચ જુનાગઢના વિક્રમભાઇ ચાવડા, પકાશભાઇ ડાભી, જયદિપભાઇ કનેરીયા, દિપકભાઇ  બડવા, સહિલભાઇ સમા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારા, મયુરભાઇ કોડીયાતર, દિવ્‍યેશભાઇ ડાભી, ભરતભાઇ સોલંકી, વિજયભાઇ બડવા, યશપાલસિંહ જાડેજા, નિકુલભાઇ પટેલ, જીતેષ મારૂ, જગદીશભાઇ ભાટુ, મુકેશભાઇ કોડીયાતર, વરજાંગભાઇ બોરીચા, વનરાજભાઇ ચાવડા, વિગેરે પો.સ્‍ટાફએ સાથે રહી કામગીરી કરવામાં આવેલ છે.

(4:31 pm IST)