Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

જામનગર જિલ્લા કોવિડ હોસ્પિટલમાં ફાયર મોકડ્રીલ યોજાઇ

જામનગર : જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે આજરોજ ફાયર મોકડ્રીલ યોજાઇ હતી. સવારે ૧૧.૦૬ કલાકે આગ લાગતા તુરંત જ ફાયર માટે કોડ રેડ એકટીવેટ કરવામાં આવેલ હતું. ઘટના સ્થળેથી તુરંત જ ૧૧.૦૭ કલાકે સિકયુરીટી ગાર્ડ નાથાભાઈ માડમ દ્વારા ફાયર ડીપાર્ટમેન્ટને ૧૦૧ ઉપર તથા શમશેર અલી અન્સારી – સિકયુરીટી સુપરવાઈઝરે ૧૧.૦૭ કલાકે હોસ્પિટલનાં ફાયર સેફટી નોડલ ઓફિસરશ્રીને તથા આર.એમ.ઓશ્રીને જાણ કરવામાં આવેલ હતી તથા હોસ્પિટલ સ્ટાફ દ્વારા ટ્રાએજ વોર્ડમાંથી ૨ દર્દીને રેસ્કયુ કરવામાં આવેલ હતા. સિકયુરીટી સ્ટાફ દ્વારા ૧૧.૧૦ કલાકે ફાયર એકસ્ટીન્ગ્યુશરથી આગ બુજાવવાનો પ્રયત્ન કરેલ હતો. ૧૧.૧૨ કલાકે ફાયર બ્રિગેડમાંથી ફાયર ફાઈટીંગની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ દરમ્યાન ફાયરની ઘટનાની જાણ નોડલ ઓફિસરશ્રી તથા આર.એમ.ઓ દ્વારા તબીબી અધિક્ષકશ્રી, ડીનને કરવામાં આવેલ હતી. ૧૧.૧૩ કલાકે સયુંકત પ્રયાસથી આગ ઉપર કાબુ લેવામાં આવ્યું હતું. અને ૧૧.૧૪ કલાકે રેસ્કયુ કરેલ દર્દીઓ અને સ્ટાફ ફાયર એસેમ્બલી પોઈન્ટમાં એકઠા થયેલ હતા. ૧૧.૧૭ કલાકે સમગ્ર મોકડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવેલ હતી આમ, માત્ર ૧૨ મિનીટમાં સફળતાપૂર્વક મોકડ્રીલ પૂર્ણ કરવામાં આવી હતી. જીલ્લા કોવીડ હોસ્પિટલમાં ફાયર મોકડ્રીલનું આયોજન જીલ્લા કલેકટરશ્રી, જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, જીલ્લા મ્યુનીસીપલ કમિશ્નરશ્રી, જીલ્લા વિકાસ અધિકારીશ્રી તથા જીલ્લા સી.એફ.ઓશ્રી નાં સહકારથી કરવામાં આવેલ હતું. જેમાં જી.જી.હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દીપક તિવારી તથા ડીન ડો. નંદીની દેસાઈ, નાયબ તબીબી અધિક્ષકશ્રી અને ફાયર સેફટી નોડલ ઓફિસર ડો. અજય તન્ના, અને ડો. અમરીશ મેહતા, આર.એમ.ઓશ્રી કોવીડ હોસ્પિટલ ડો.અલ્પેશ અગ્રાવત, એ.એચ.એ ડો. સાબીના શેખ અને મયુરી સામાણી તથા હોસ્પિટલનાં અન્ય અધિકારીઓ/ કર્મચારીઓ અને ખાસ કરીને કોવીડ હોસ્પિટલનાં ફાયર ઓફિસર તરીકે નિયુકત થયેલ ૬ સિકયુરીટી ગાર્ડ તેમજ તેઓના સુપરવાઈઝર ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(10:24 am IST)