Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

મોરબીના જોધપર નદી ગામે થયેલ ખૂન કેસમાં તટસ્થ તપાસની માંગ : ગામના રહીશોએ આવેદન પાઠવ્યું

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૭ : જોધપર નદી ગામે તા. ૦૧ ના રોજ વિનોદરાય દેવાભાઈ સુરેલાના ખૂન કેસમાં યોગ્ય તટસ્થ તપાસ કરવાની માંગ સાથે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે.

જોધપર નદીના શૈલેશભાઈ વિનોદભાઈ સુરેલા અને જોધપર નદી ગામના રહીશોએ કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે વિનોદરાય દેવાભાઈ સુરેલા તા. ૩૧ ના રોજ પોતાની વાડીએ કામે ગયા હોય અને મોડી રાત્રે જોધપર ગામના ડેમ તરફ ગયેલનું જાણવા મળ્યું હતું કોઈપણ અગમ્ય કારણોસર વિનોદભાઈને મચ્છુ ૨ ડેમ પર મચ્છીમારીનો કોન્ટ્રાકટર ઈદ્રીસ જેડા અને ઈસ્માઈલ જેડા તથા ડેમ પર દેખરેખ રાખનાર હસનભાઈ મોવર અને તેના માણસો દ્વારા બેરહેમીથી છરીના ઘા મારી તેમજ લોખંડ પાઈપ વડે ઈજા કરી ખૂન કરવામાં આવ્યું છે જે હત્યા બાદ વિનોદભાઈને ગામની કેનાલ પાસે ફેકી દીધેલ વિનોદભાઈને મોરબી સિવિલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જયાં મોત થતા પીએમ કરવામાં આવ્યું હતું.

વિનોદભાઈનું ખૂન ડેમના કોન્ટ્રાકટર અને તેના માણસો દ્વારા કરવામાં આવ્યું છે મચ્છુ ૨ ડેમ પર દર્શાવેલ માણસો અવારનવાર જોધપર ગામ તેમજ અન્ય ગામોના લોકોને માર મારે છે વિનોદભાઈને ૨૦-૨૫ દિવસ પૂર્વે ધમકી આપી હતી આ લોકો માથાભારે અને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જેથી આ લોકો સામે કાયદેસર કરી ગુન્હો નોંધવા માંગ કરી છે અને બનાવની તટસ્થ તપાસ કરવા માંગ કરવામાં આવી છે.

(10:24 am IST)