Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ગોંડલમાં ભૂકંપનો આંચકો :રિક્ટર સ્કેલ પર 1.8ની તિવ્રતા નોંધાઈ

ગોંડલથી પશ્ચિમે 29 કિમી દૂર : પાંચ પીપળા ગામે ભૂગર્ભમાં કેન્દ્રબિંદુ નોંધાયું .

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ વધુ ગયું છે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં અવાર નવાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે.

 પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના ગોંડલમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. ગોંડલમાં 1.8ની તિવ્રતાનો આંચકો અનુભવાયો છે. જોકે ભૂકંપની તીવ્રતા બહુ ઓછી હોવાથી લોકોને આ ભૂકંપની ખાસ અસર જોવા મળી નથી

રીક્ટર સ્કેલ ઉપર ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગોંડલથી પશ્ચિમે 29 કિમી દૂર નોધાયું છે. પાંચ પીપળા ગામે ભૂગર્ભમાં કેન્દ્રબિંદુ નોંધાયું છે .

(11:04 am IST)