Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

સુર્યપ્રકાશ પણ ઝાંખો પડી જતા લોકો ટાઢાબોળઃ નલીયા ૫.ર ડીગ્રી

પોરબંદરમાં એક દાયકા બાદ પ્રથમવાર હાડ ધ્રુજાવતો ઠારઃ સર્વત્ર પારો ઉંચો રહેવા છતાં ઠંડી યથાવત : ગિરનાર ૬, કેશોદ ૮.ર, અમરેલી ૮.૪ સહીત અન્‍યત્ર ૧૦થી ૧૩ ડીગ્રીઃ રાજકોટમાં આજે ફરી પારો નીચે ૯.૪ ડીગ્રી

પ્રથમ અને બીજી તસ્‍વીરમાં તાપણાનો સહારો લેતા લોકો નજરે પડે છે.

રાજકોટ, તા. ૭ :. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીનો માહોલ બરાબરનો જામ્‍યો છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

મોડી રાત્રીના ઠંડીના કારણે રસ્‍તાઓ સુમસામ થઈ જાય છે અને ઠંડીથી બચવા માટે લોકો ઘરની બહાર નિકળવાનુ ટાળે છે.

સૂર્ય પ્રકાશ પણ ઝાંખો પડી જતા લોકો ટાઢાબોળ થઈ ગયા છે આજે નલીયામાં ૫.૨ ડિગ્રી, ગિરનાર ૬ ડિગ્રી, કેશોદ ૮.૨, અમરેલી ૮.૪, રાજકોટમાં ૯.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

પોરબંદરમાં એક દાયકા બાદ

પ્રથમ વખત હાડ ધ્રુજાવતો ઠાર

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદરઃ સવારની સુસવાટા મારતો ઠંડો પવન ફુંકાય રહેલ છે અને એક દાયકા બાદ પ્રથમ વખત રેકર્ડબ્રેક હાડ ધ્રુજાવતો ઠાર રહેલ છે.

શહેર તથા બરડાડુંગરમાં ઝાંખો સૂર્ય પ્રકાશ રહેલ છે. ધૂંધળુ વાતાવરણ રહેલ છે. ગુરૂતમ ઉષ્‍ણાતામાન ૨૬.૪ સે.ગ્રે. લઘુતમ ઉષ્‍ણાતામાન ૧૦.૪ સે.ગ્રે., પવનની ગતિ ૬ કિ.મી., ભેજ ૫૭ ટકા, સૂર્યોદય ૭.૩૧ તથા સૂર્યાસ્‍ત ૬.૨૩ મીનીટે ફોદાળા જળાશય સપાટી ૩૨.૬ ફુટ ૧ ઈંચનો ઘટાડો નોંધાયેલ છે.

મોટી પાનેલી

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી : સમગ્ર દેશમાં ઠંડીએ જોર પકડ્‍યું છે દેશના અનેક રાજયોમાં બરફ વર્ષા થઇ રહી છે તો ક્‍યાંક તાપમાન માઇનસ ડિગ્રીએ પહોંચ્‍યું છે ત્‍યારે ગુજરાતભરમાં પણ ભારે ઠંડી પ્રસરી રહી હોય લોકો ટાઢમાં થર થર કાપતા જોવા મળે છે વહેલી સવારમાં તો ઝાકળવર્ષા થાય છે ત્‍યારે લોકોની દાઢી પણ કમકમાટી અનુભવે છે અને રાત્રીના નવ થાય ત્‍યાંતો શહેરના લોકો ઘરભેગા થઇ ઘરમાં પુરાઈ જાય છે ટાઢ ઉડાડવા રૂમમાં હીટર ચાલુ કરી રાહત મહેસુસ કરે છે પરંતુ ગામડામાં આવી સગવડ કેવી!! ત્‍યારે પાનેલી મોટીમાં ગામડાની દેશી સગડીઓ દ્વારા તાપણાં ગલી ગલીમાં સળગતા જોવા મળે છે લોકો રાત પડેને ઘરની બહાર આવી પોતપોતાના ગ્રુપમાં બેસી વચ્‍ચે તાપણું સળગાવે છે અને ગપાટા ઝીકી ઠંડીમાં ગરમ ગરમ હૂંફનો અહેસાસ કરે છે ગામડાની આ દેશી ઢબ સદીયોથી ચાલી આવી છે બુઝુર્ગોની આ અનોખી પહેલથી ટાઢ તો ઉડે જ છે સાથોસાથ એકબીજા હળીમળી સુખ દુઃખની વાતો કરી પ્રેમ અને ભાઈચારો વધારે છે.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટ : આટકોટમાં આજે કાતિલ ઠારઅને ધુમ્‍મસ છવાયું હતું લઘુતમ તાપમાન ઉચકાયો હતો ૧૦ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું લોકો ઘરમાં પણ ગરમ કપડાં પહેરીને બેસી રહ્યા અને તાપણાનો સહારો લીધો હતો વહેલી સવારથી જ ઠાર અનુભવાયો હતો જે મોડે સુધી ઠાર નો અનુભવ થયો હતો સવારે ભેજનું વાતાવરણ જોવા મળ્‍યું હતું.

ક્‍યાં કેટલી ઠંડી

શહેર          લઘુત્તમ તાપમાન

 

 

અમદાવાદ

૧૩.૫

ડિગ્રી

ડીસા

૧૨.૪

,,

 

વડોદરા

૧૩.૮

,,

 

સુરત

૧૭.૬

,,

 

રાજકોટ

૯.૪

,,

 

ગિરનાર પર્વત

૬.૦

,,

 

કેશોદ

૮.૨

,,

 

ભાવનગર

૧૩.૪

,,

 

પોરબંદર

૧૦.૪

,,

 

વેરાવળ

૧૩.૬

,,

 

દ્વારકા

૧૪.૦

,,

 

ઓખા

૧૭.૦

,,

 

ભુજ

૧૧.૦

,,

 

નલીયા

૫.૨

,,

 

સુરેન્‍દ્રનગર

૧૦.૫

,,

 

ન્‍યુ કંડલા

૧૨.૭

,,

 

કંડલા એરપોર્ટ

૧૦.૬

,,

 

અમરેલી

૮.૪

,,

 

ગાંધીનગર

૧૨.૦

,,

 

મહુવા

૧૪.૭

,,

 

દિવ

૧૩.૭

,,

 

વલસાડ

૧૨.૫

,,

 

વલ્લભ વિદ્યાનગર

૧૪.૪

,,

 

 

(11:19 am IST)