Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

૨૮૫ કરોડનું બોગસ બિલીંગ-ટેક્ષ ચોરી કૌભાંડઃ ગોંડલના ચિરાગ રૈયાણીની ધરપકડ

ર૬ વર્ષના ભેજાબાજે પેરેન્‍ટસ કોટ સ્‍પીન નામની બોગસ પેઢી કાગળ ઉપર ઉભી કરી ગોંડલ-રાજકોટ આસપાસની પેઢીઓ સાથે માલ વેચાણના વ્‍યવહારો કર્યા હતાઃ રાજકોટ એન્‍ટી ઇવેઝન વીંગનો સપાટો

રાજકોટ, તા., ૭: રાજકોટ સેન્‍ટ્રલ જીએસટી કમિશ્નરેટની એન્‍ટી ઇવેઝન વીંગે એક ગુપ્ત ઓપરેશનમાં ગોંડલના ચિરાગ ધીરજભાઇ રૈયાણી (ઉ.વ.ર૬)ને ર૮પ.૭૧ કરોડના બોગસ બીલીંગ અને ૧૪.૩૩ કરોડની બોગસ ક્રેડીટ જુદી-જુદી પેઢીઓને આપવાના કૌભાંડમાં ઝડપી લઇ પુછપરછ હાથ ધરી છે.

કૌભાંડના સુત્રધાર ચિરાગ રૈયાણીએ મેસર્સ પેરેન્‍ટસ કોટ સ્‍પીન નામની બોગસ પેઢી ઉભી કરી ર૮પ.૭૧ કરોડના વેચાણ વ્‍યવહારોનું બીલીંગ કૌભાંડ કર્યુ હતું. આ પેઢી દ્વારા રાજકોટ-ગોંડલ સહીતના સેન્‍ટરો અને આસપાસની પેઢીઓ સાથે કોટન સ્‍પીન વેચાણના ખોટા વ્‍યવહારો ઉભા કર્યા હતા અને ૧૪.૩૩ કરોડની ખોટી ક્રેડીટ જુદી-જુદી પેઢીઓને પાસ કરી હતી. ખોટા નામ-સરનામા સાથેની પેઢીઓ ઉભી કરી આખું કૌભાંડ આચરવામાં આવ્‍યું હતું. કૌભાંડકાર ચિરાગ રૈયાણીની ઉંડી પુછપરછ ચાલી રહી છે.

(11:26 am IST)