Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

બીજું તો ઠીક જોડિયાનું નામ પણ બસ સ્ટેન્ડમાં લખેલ નથી, કંટ્રોલ રૂમ બંધ : એસ ટી તંત્રનો અન્યાય

જોડીયા તા.૭ : જોડિયા તાલુકાનું મથક અને દિવસે દિવસે જોડિયા ની પ્રજા પ્રત્યે સરકારી તંત્રના અન્યાય થઈ રહયો છે , દિવસે દિવસે વિકાસ ના બદલે જોડિયાના વિનાશ થઈ રહયો છે, તંત્ર જાગશે કે શું ? જોડિયા ના બસ સ્ટેન્ડ માં બીજું બધું તો ઠીક પણ જોડિયા બસ સ્ટોપ કરે તો બહારગામ ના પેસેન્જર ને ખબર પણ ના પડે કે જોડિયા આવ્યું, જોડિયાના બસ સ્ટેન્ડમાં જોડિયા બસ સ્ટેન્ડનું બોર્ડ પણ નથી લખવામાં આવ્યું, અને જોડિયા તાલુકા મથકનું ગામ હોય તેમજ અહીંથી વિદ્યાર્થીઓ જામનગર, ધ્રોલ અભ્યાસ અર્થે દરરોજ જતા હોય તેમને પાસ કઢાવા પણ ધ્રોલ જવુ પડે છે, વર્ષોથી જોડિયાના નગરજનોની રજુઆત છે કે જોડિયાના બસ સ્ટેન્ડમાં કંટ્રોલ પોઇન્ટ શરૂ કરો પરંતુ એસ. ટી. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જોડિયા બસ સ્ટેન્ડમાં કંટ્રોલ પોઇન્ટ શરૂ કરવા માટે હિતેષભાઇ રાચ્છે પણ એ સમયમાં સંસદ સભ્ય ચદ્રેશભાઈ પટેલ, તેમજ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જામનગર એસ. ટી. નિગમ ચેરમેનશ્રી , અનેક અધિકારીઓનેે રજુવાત કરવા છતાંય કોઈ નિર્ણય આજ સુધી લેવામાં આવ્યો નથી , જોડિયા ને ભાંગવામાં એસ  ટી તંત્રના સિંહ ફાળો છે. અગાઉ જોડિયા કાપડ લેવા માણસો દૂર દૂરથી આવતા હતા જ જોડિયાથી જવા આવવા માટે વાહન ના મળતા કાપડ લેવા પણ બહારગામથી આવતા લોકો બંધ થતા જાય છે, કાપડની અડધી માર્કેટ બંધ થઈ ગયેલ, કાપડના વેપારી ભાઈઓ બહારગામ જતા રહયા છે હજી પણ ભાગતા જોડિયા ઉપર એસ ટી તંત્ર ધ્યાન દોરે અને જામનગરના એસટી નિગમના ચેરમેનશ્રી, ધારાસભ્યશ્રી રાઘવજીભાઈ પટેલ, સાસંદ  પૂનમબેન માડમ તેમજ જામનગર એસ ટી ડીવીજનના અધિકારીઓ આ અંગે યોગ્ય કરે એવી જોડિયા ખેતીવાડી ઉત્પન્ન બજારના ડાઇરેકટર ચિરાગભાઈ વાંક તેમજ હિતેશ રાચ્છે રજુઆત કરેલ છે.

(11:31 am IST)