Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ભુજ પાલિકાના ઢોરવાડામાં ગાય અને વાછરડાનું મોત

રખડતા ઢોર પકડયા પછી સાચવવામાં પાલિકા નિષ્ફળ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૭ : ભુજમાં રખડતાં ઢોર સમસ્યારૂપ બન્યા છે. લોકો ઈચ્છે છે કે, પાલિકા ઢોર પકડે. પણ, મુશ્કેલી એ છે કે, પાલિકાના ઢોરવાડામાં ઢોર સચવાતાં નથી.

ભુજના એક ઢોર માલિક મહેશ ગોસ્વામીએ પોતાની ગાય અને વાછરડાનું પાલિકાના ઢોરવાડામાં સત્ત્।ાવાળાઓની બેદરકારીથી મોત નિપજયું હોવાનું આક્ષેપ કર્યો છે.

જોકે, ઢોર માલિકો ઢોરને રસ્તા ઉપર છોડી દે છે, એ હકીકત પણ જીવદયા પ્રેમીઓને આંચકો આપનારી છે. તો, ભુજ પાલિકા પણ ઢોર પકડ્યા પછી મૂંગા પશુઓની ખ્યાલ રાખે તે જરૂરી છે.

(11:43 am IST)