Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાનો ગામડે ગામડે લોકોના પ્રશ્નો ને વાચા આપવા 'ચોરે પે ચર્ચા'નો પ્રવાસ

પ્રભાસ પાટણઃ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ કોરોના ની પરિસ્થિતી ને ધ્યાને લઈ પોતાના મત વિસ્તાર ના ગામડાઓ ના મુખ્ય પ્રશ્નો સાંભળવા માટે ટુક સમય માટે પ્રવાસ બંધરાખેલ હતો અને વેરાવળના કાર્યાલયે દરેક ગામડાઓ ના લોકોના તથા ખેડૂતો ના પ્રશ્નો સાંભળી તુરંત નિકાલ કરેલ હતો લાંબા સમય બાદ કોરોના ની પરિસ્થિતી હળવી થતાં પોતાના મત વિસ્તારના લોકોને રૂબરૂ મળવા અને તેઓના પ્રશ્નો સાંભળવા માટે ગામડે ગામડે નો પ્રવાસ નક્કી કરતાં ચાંડુવાવ, સુપાસી, કિંદરવા, સારસવા, પાલડી, તથા વાવડી (આદ્રી ) ગામો ની રૂબરૂ મુલાકાત લેવા માં આવી અને છાત્રોડા,ચમોડા, મલોંઢા, દેદા, છાપરી, તાતીવેલા,અને ડાભોર ગામો ની રૂબરૂ મુલાકાત લઈ કોરોનાની ગાઈડલાઇન ધ્યાને રાખી ગ્રામજનો વચ્ચે રહી ચોરે પે ચર્ચા કરવામાં આવી જે પ્રશ્નોમાં મુખ્યત્વે રોડ, રસ્તા, નર્મદાનાં પાણી નાળા બનાવવા, પિકઅપ સ્ટેન્ડ મૂકવા વિગેરે રજૂ થયેલ હતા જે પૈકી મોટા ભાગના પ્રશ્નો નો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો અને બાકી ના પ્રશ્નો માટે જે તે શાખાના અધિકારી સાથે સૂચના આપવામાં આવી અને જરૂરિયાત મુજબ નર્મદા ના પાણી ગામે પહોચતા ના હોય જેના માટે પાણી પુરવઠા અધિકારીને જરૂરી સૂચના આપવામાં આવી, અને ખેડૂતોના પ્રશ્નો માં મુખ્યત્વે પાક વીમો વર્ષ ૨૦૧૯ નો હજુ ખેડૂતો ને મળેલ ન હોય જેના માટે કૃષિ મંત્રીશ્રી ગાંધીનગર ને પાક વીમા ની રકમ વીમા કંપની દ્વારા ખેડૂતો ને વહેલીતકે મળે તે માટે પત્ર લખી રજૂઆત કરવામાં આવેલ, હતી, અને વેરાવળ તાલુકાનાં બાકી રહેતા તમામ ગામો ની ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા દ્વારા લોકોના પ્રશ્નો ને સાંભળી સ્થળ ઉપર નિકાલ કરવા આવનારા દિવસોમાં પ્રવાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે. (તસ્વીરઃ દેવાભાઈ રાઠોડઃ પ્રભાસ પાટણ)

(11:44 am IST)