Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ધોરાજી શહેર ભાજપ દ્વારા પંજાબમાં વડા પ્રધાનની સુરક્ષાના મામલે પંજાબ સરકાર વિરુદ્ધમાં દેખાવો કરી મુખ્યમંત્રી હાય-હાયના નારા લગાવ્યા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી શહેર ભાજપ દ્વારા પંજાબમાં વડા પ્રધાનની સુરક્ષાના મામલે પંજાબ સરકાર વિરુદ્ધમાં દેખાવો કરી મુખ્યમંત્રી હાય-હાયના નારા લગાવ્યા

ધોરાજી શહેર ભાજપ દ્વારા ધોરાજીમાં જેતપુર રોડ અંવેડા ચોક ખાતે ધોરાજી શહેર ભાજપ તેમજ બક્ષીપંચ મોરચો યુવા મોરચો અનુ.જાતિ મોરચો લઘુમતી મોરચો કિસાન મોરચો વિગેરે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી (ઓબીસી) કિશોરભાઈ રાઠોડ સિનિયર અગ્રણી લલીતભાઈ વોરા જિલ્લા કારોબારી સદસ્ય દિલીપભાઈ હોટવાણી અનુ જાતિ મોરચાના મીડિયા ઇન્ચાર્જ ભરતભાઈ બગડા પ્રદેશ સદસ્ય તુષારભાઈ સોંદરવા ધોરાજી શહેર ભાજપ મહામંત્રી વિજયભાઈ બાબરીયા મનીષભાઈ કંડોલીયા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ વાગડિયા શહેર ભાજપ મંત્રી ધીરુભાઈ કોયાણી ઉપાધ્યક્ષ રાજુભાઈ બાલધા કૌશિકભાઈ વાગડિયા યુવા મોરચાના જિલ્લા અગ્રણી મહેશભાઈ પટેલ અનુ જાતિ મોરચાના પ્રમુખ નરેશભાઇ રાઠોડ લઘુમતી મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ હમીદભાઈ ગોડીલ બોદુભાઈ ચૌહાણ સબીરભાઈ ગરાણા  વિગેરે ભાજપના આગેવાનો દ્વારા પંજાબ સરકાર હાય હાય પંજાબના મુખ્યમંત્રી હાઈ હાઈ સોનિયા ગાંધી હાય રાહુલ ગાંધી હાઈ હાઈ ના જાહેરમાં સૂત્રો પોકાર્યા હતા
આ બાબતે ભાજપ ના આગેવાનો એ જણાવેલ કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી  પંજાબના ફિરોઝપુરમાં યોજાનાર રેલી માં જઈ રહ્યા હતા ત્યારે  સુરક્ષા ચૂકને કારણે અને પંજાબની કોંગ્રેસ સરકાર નીચી માનસિકતાને કારણે રદ રેલી રદ  કરવામાં આવી...પંજાબના મુખ્યમંત્રીના રાજીનામાની માંગણી, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માફી માંગે જેવા બેનરો લઈ તમામ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરેલ હતો
આ સાથે કેન્ડલ માર્ચ સાથે રેલી પણ યોજી હતી અને જાહેરમાં સૂત્રોચ્ચારો સાથે વિરોધ દર્શાવ્યો હતો

(8:27 pm IST)