Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

જામનગરના બીજા પૂર્વ મેયરને કેન્દ્ર સરકારે મહત્વનું પદ આપ્યું: અમીબેન પરીખની પવનહંસના ડાયરેકટર પદે નિમણુક

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૭ : જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખની ભારત સરકાર દ્વારા પવનહંસ (હેલીકોપ્ટર) લિમિટેડમાં સ્વતંત્ર ડારેકટર પદે નિયુકતી કરવામાં આવી છે. આ પહેલા જામનગરના પૂર્વ મેયર હસમુખભાઇ હિંડોચાને પણ મહત્વનું કેન્દ્ર સરકારે આપ્યુ છે. આ બંને નેતાઓ જામનગરની બેઠક માટે આવતી ચૂંટણી માટે આગળ પડતુ નામ ધરાવે છે.

(10:21 am IST)