Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

કોરોના કાળને લઇ વિમા કવચ અને મેડિકલેઇમ અંગે લોકોને સાચી સમજણ-મહત્વ સમજાયુ

સ્મશાન તેમજ હોસ્પિટલમાં જ યાદ આવે કે વિમો આવશ્યક છે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૭ : અત્યાર કોરોનાના કેસમાં પ્રચંડ ઉછાળો આવ્યો છે. અને કોરોનાનો કપરો કાળ ફરી શરૂ થઇ ગયો હોવાનું જણાય રહ્યુ છે. ત્યારે લોકોને હવે જીવન વિમા કવચ અને મેડિકલેઇમ અંગે સાચી સમજણ તેમજ મહત્વ સમજાયુ છે.

યુવા વિમા સલાહકાર અને જશ કન્સલ્ટન્સીના ફાલ્ગુન ચરાડવાએ એક વાતચીતમાં જણાવેલ કે, પહેલા લોકો વિમાને જુદી જ નજરથી જોતા હતા. માત્ર ટેકસ સેવિઝ અને ધરારથી કોઇ સગા કે મિત્ર એજન્ટ બને ત્યારે લોકો વિમો લેતા પરંતુ હવે કોરોના કાળમાં જીવન વિમા અને મેડિકલેઇમની સાચી કિંમત -સમજણ લોકોને થઇ છે.

ફાલ્ગુન ચરાડવાએ જણાવેલ કે જ્યારે અમો લોકોને જીવન વિમો કે મેડિકલેઇમ અંગે માર્ગદર્શન આપતા ત્યારે લોકો એમ સમજતા કે આમા એજન્ટનો જ સ્વાર્થ છે પરંતુ અમુક સમજુ લોકોએ ગંભીરતાને લક્ષમાં લઇને પોતાનો અને પરિવારનો મેડિકલેઇમ અને જીવન વિમો લેતા થયા. તેની સાથે તેઓ મોંઘીદાટ સારવારના ખર્ચમાંથી ઉગરી શકયા.

એટલુ જ નહિ કોરોનાની સાથે ડેંગ્યુ, ઝેરી મેલેરીયા, ચિકનગુનીયા સહિત જીવલેણ રોગોમાંથી લોકોને આર્થિક માર આવતા બચી શકયા છે.

તેઓએ વધુમાં જણાવેલ કે, કોરોનાની સારવારને લઇને અનેકના ઘર ખાલી થઇ ગયા. કેટલાક વ્યાજના વિષચક્રમાં ફસાય ગયા. અને અનેક સ્વજનોને જીવ ગુમાવવો પડયો. સાથે સાથે ઘરના મોભીની ચિર વિદાયથી ઘણા પરિવારો પર આફત તુટી પડી હતી. પરંતુ યુવા મેન્ટર અમિત ચરાડવાનાં ફેસબુક લાઇવના માધ્યમથી લોકો જીવન વિમા કવચ નજીક આવ્યા જસ કન્સલ્ટન્સીએ કોરોનાની બંને લહેરમાં દોઢ કરોડ જેટલી રકમનાં મેડિકલેઇમ મંજુર કરવી લોકોને આર્થિક સધિયારો પુરો પાડી મહત્વ સેવાનો ધર્મ બજાવ્યો હતો.

કેટલાંક પરિવારના સ્વજનના મૃત્યુ થયા હોય તેવા કિસ્સામાં કલેઇમ રિજેકટ કરાવ્યા વગર માતબર રકમ આપવા પરિવારોને અપાવી નહી.

સ્મશાન અને હોસ્પિટલમાં જ લોકોને યાદ આવે કે વિમો આવશ્યક છે ખાસ કરીને યુવાનો પોતાના મોબાઇલને ગોરીલા ગ્લાસનું કવચ આપે, વાહન કે કોમ્પ્યુટરનો વિમો લેશે પરંતુ ,પોતાની કિંમતી માનવ જીંદગીને વિમા કવચથી દૂર રાખવી જોઇએ નહિ. વર્તમાન સમયમાં લોકોએ સમજવાનો સમય આવી ગયો છે. વોલાસર મેડિકલેઇમ અને એક ટર્મ ઇન્સ્યુરન્સ લોકોએ અચુક લઇ લેવો જોઇએ.

(10:09 am IST)