Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ચમારડી - પીર ખીજડીયાના ચાર કિલોમીટરના રોડનું ખાતમુહૂર્ત કરાવતા ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર : નવા ચુંટાયેલા સરપંચોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું : જી.પં.ના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમરની ઉપસ્થિતિ

બાબરા : બાબરા તાલુકાના પીર ખીજડીયાથી ચમારડી ગામ સુધી ના ચાર કિલોમીટર ના રોડ રૂપીયા ૮૦ લાખના ખર્ચે નવો બનશે જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મર દ્વારા કરાવવામા આવ્યું. આ રોડ માટે ધારાસભ્ય શ્રી ઠુમ્મરે રૂપિયા ૮૦ લાખ ની ગ્રાન્ટ ફાળવેલ છે. આજ રોજ ખીજડીયા ગામેથી ચમારડી ગામ સુધીના રોડનું ખાતમુહૂર્ત કરી શુભારંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરે આ રોડ માટે ખુબજ મહેનત કરેલ છે થોડા દિવસો પહેલા ભિલડી ગામે રસ્તા રોકો આંદોલન કર્યૂ હતું જેના કારણે અડકી પડેલ કામ તત્કાલીન શરૂ કરવામા આવ્યું છે. આ ખાતમુહૂર્ત નવા ચુંટાયેલા સરપંચોના હસ્તે કરવામા આવ્યું હતું સાથે જ કામનુ શુભારંભ કરવામાં આવ્યું છે. સાથે જીલ્લા પંચાયતના પુર્વ તેમજ આ વિસ્તારના સદસ્ય પ્રમુખ જેનીબેન ઠુમ્મર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જીલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા શ્રી પ્રભાતભાઈ કોઠીવાળ, પીર ખીજડીયાના સરપંચ જશુભાઈ, ભરતભાઈ તળાવીયા, ચમારડીના સરપંચ અરવિંદભાઈ મેમકીયા, તાલુકા પંચાયતના સદસ્ય લખુભાઈ બસીયા, ચમારડી જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ તળશીભાઈ વસ્તરપરા, માજી સરપંચ  વસરામભાઈ મગતરપરા, ભગાભાઇ વસ્તરપરા, કિશોરભાઈ અસલાલીયા, કમલેશભાઈ ડાભી, તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ કિશોરભાઈ દેથળીયા, તા.પં. સદસ્ય જેન્તીભાઇ તેમજ ખીજડીયા, વાલપુર, કુવરગઢ અને ચમારડી ગામના સરપંચો, સદસ્યો તેમની ટીમ, ગામના આગેવાન તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.(તસવીર- અહેવાલ : મનોજ કનૈયા, બાબરા)

(10:10 am IST)