Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

કચ્છમાં કરૂણા અભિયાન અન્વયે રીસ્પોન્સ સેન્ટર સાથે હેલ્પલાઇન શરૂ કરાઇ

પતંગ ચગાવતી વખતે માંજાથી ઘાયલ પક્ષીઓને બચાવવા : કચ્છ જિલ્લાના વન વિભાગ દ્વારા દરેક તાલુકામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ખાતે કન્ટ્રોલ શરૂ કરવાની કાર્યવાહી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૭ : દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉતરાયણ ઉત્સવ-૨૦૨૨ દરમ્યાન પતંગના દોરાઓથી ધાયલ થયેલ પક્ષીઓને બચાવવા તેમજ સમયસર સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા સરકારશ્રીના અન્ય સબંધિત વિભાગો, બિનસરકારી સંસ્થાઓ અને સામાન્ય પ્રજાના સહયોગથી આગામી તા.૧૦/૧/૨૦૨૨ થી તા.૨૦/૧/૨૦૨૨ દરમ્યાન રાજય સરકાર દ્વારા 'કરૂણા અભિયાન-૨૦૨૨'નું આયોજન કરાયું છે.

કરૂણા અભિયાન-૨૦૨૨ અંતર્ગત કચ્છ જિલ્લાના વન વિભાગ દ્વારા દરેક તાલુકામાં રેંજ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ખાતે કન્ટ્રોલ શરૂ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ અને વીજ ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર-૧૯૧૨૨ અથવા ૧૮૦૦૨૩૩૧૫૫૩૩૩ તેમજ ધાયલ થયેલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર ભુજ માટે ૦૨૮૩૨-૨૩૦૩૦૩, મો.૯૮૨૫૨૭૧૯૫૦, ૯૯૭૮૫૧૧૯૯૭, ૯૬૩૮૩૯૧૩૩૪, ૦૨૮૩૨-૨૨૭૬૫૭, મો.૯૪૨૯૮૧૯૩૩૬, મુન્દ્રા માટે મો.નં.૭૯૮૪૩૧૫૮૮૬, મો.૯૭૭૩૧૩૭૯૦૫, અંજાર માટે ૦૨૮૩૬-૨૪૨૪૮૭ મો.૯૪૦૯૧ ૪૩૯૯૯, ગાંધીધામ માટે ૦૨૮૩૬-૨૪૨૪૮૭ મો.૯૮૨૫૦ ૬૪૮૬૯, ભચાઉ માટે મો.૯૬૦૧૮ ૪૬૦૦૭ મો.૯૫૮૬૫૩૪૨૪૩ મો.૯૧૦૬૪ ૭૯૮૮૪, આડેસર માટે ૦૨૮૩૦-૨૯૬૭૧૪ મો.૯૮૨૪૦ ૮૩૫૩૬, રાપર માટે મો.૯૯૦૯૪ ૬૫૭૭૦ મો.૯૪૨૭૩૯૬૯૯૯ મો.૯૩૭૪૨ ૦૩૮૭૮, માંડવી માટે ૦૨૮૩૪-૨૨૩૬૦૭, ૦૨૮૩૪- ૨૨૪૨૫૯ મો.૯૪૨૮૧ ૫૧૫૩૦ મો.૮૮૪૯૨ ૩૩૭૨૭, અબડાસા માટે ૦૨૮૩૧-૨૨૨૫૦૯ મો.૯૪૨૭૮ ૧૮૯૨૦, નખત્રાણા માટે ૦૨૮૩૫- ૨૨૧૨૫૯ મો.૯૫૮૬૯ ૨૬૦૭૯ મો.૯૪૨૭૮ ૧૮૯૨૦ અને લખપત માટે ૦૨૮૩૯-૨૩૩૩૦૪ મો.૭૦૧૬૭૫૪૨૬૨નો સંપર્ક સાધવા એચ.જે.ઠકકર નોડલ અધિકારી અને નાયબ વન સંરક્ષક, કચ્છ પૂર્વ વન વિભાગ, ભુજ દ્વારા જણાવાયું છે.(

(10:11 am IST)