Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

મીઠાપુર પીઆઈ જી.આર.ગઢવીનો સપાટોઃ ફૂટ પેટ્રોલિંગ દ્વારા માસ્ક ડ્રાઈવ અને ટ્રાફિક ડ્રાઈવ કરાઈ

(દિવ્યશે જટણીયા દ્વારા) મીઠાપુર, તા.૭: દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસવડા સુનીલ જોશીની સુચના અંતર્ગત કોરોના કેસો જીલ્લામાં ના વધે અને લોકો સુરક્ષિત રહે તે હેતુથી મીઠાપુર પી આઈ જી.આર.ગઢવી દ્વારા એક ફૂટ પેટ્રોલિંગ કરવામાં

આવ્યુ હતુ. મીઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મીઠાપુરની બંને બજારો, શાક માર્કેટો તથા સોની બજારમાં સાહેબ દ્વારા દુકાને દુકાને જઈ વેપારીઓ તથા ગ્રાહકોને માસ્ક પહેરવા પર ભાર મુકયો હતો. સાથેસાથે જયારે પોલીસ ચેકિંગમાં નીકળે ત્યારેજ માસ્ક પહેરવા કરતા કાયમ પહેરી રાખી પોતાને અને પોતાના પરિવાર તથા પોતાના ગામમાં વસતા લોકોને આ કોરોનાની મહામારીમાંથી બચાવવા માટે આહવાહન કર્યું હતું. આ ઉપરાંત બંને બજારો તથા સુરજકરાડીમાં આવેલા રોડ રસ્તાઓ પર પોતાના વાહનો ના મૂકી યોગ્ય જગ્યાએ મુકવા માટે એક ટ્રાફિક ડ્રાઈવ પણ યોજી હતી. સાહેબ શ્રી દ્વારા પોતા રૂબરૂ પોતાના સ્ટાફ સાથે સુરજકરાડી રોડ પર હાજર રહી ટ્રાફિક ડ્રાઈવનું સંચાલન કર્યું હતું. મીઠાપુર પી આઈ જી.આર.ગઢવી સાહેબ પાસે હાલ માં દ્વારકા નો પણ ચાર્જ હોવાથી સવારે દ્વારકા ના બજારો માં પણ દ્વારકા પી.એસ.આઈ ચાવડા સાહેબને પણ જરૂરી સૂચનાઓ આપી દ્વારકામાં મંદિર ચોકથી લઇ રિલાયન્સ પાર્કિંગ રોડ સુધી માસ્ક તથા ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ ડ્રાઈવમાં માસ્ક ના પહેનનારને સરકાર શ્રી ના સુચન પેટે દંડ પણ વસુલવામાં આવ્યો હતો. મીઠાપુર પી આઈની લાલ આંખ થતાં જ લોકો પણ માસ્ક પહેરવા માંડ્યા હતા.

(10:33 am IST)