Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

રિલાયન્સ રિટેલની આગેવાની હેઠળના રાઉન્ડમાં ડૂન્ઝોએ US$240M એકત્ર કર્યા

મૂડીનો ઉપયોગ નવા ભૌગોલિક વિસ્તારોમાં વિસ્તરણ કરવા અને ઝડપી કોમર્સ બિઝનેસ માટે કરવામાં આવશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૭: ભારતની અગ્રણી કિવક કોમર્સ કંપની ડૂન્ઝોએ તેનું ભંડોળ એકત્ર કરવા માટેના નવીનતમ રાઉન્ડમાં ૨૪૦ મિલિયન અમેરિકી ડોલર એકત્ર કર્યા છે, જેનું નેતૃત્વ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“Reliance Retail”) દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં હાલના રોકાણકારો લાઇટબોકસ, લાઇટરોક, 3L કેપિટલ અને અલ્ટેરિયા કેપિટલની ભાગીદારી હતી. લગભગ ૨૦૦ મિલિયન અમેરિકી ડોલરના રોકાણ સાથે, રિલાયન્સ રિટેલ ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝીઝ પર ૨૫.૮% હિસ્સો ધરાવશે. આ રાઉન્ડ વપરાશકર્તા માટે અસાધારણ અનુભવ તૈયાર કરવાની ડૂન્ઝો ની ક્ષમતા અને સફળતામાં હાલના અને નવા રોકાણકારોના વિશ્વાસની પુનઃસ્થાપના છે. આ મૂડીનો ઉપયોગ દેશના સૌથી મોટા ઝડપી વાણિજય વ્યવસાય બનવાના ડૂન્ઝોના વિઝનને આગળ વધારવા માટે કરવામાં આવશે, જે ભારતીય શહેરોમાં સ્થાનિક વેપારીઓ માટે લોજિસ્ટિકસને સક્ષમ કરવા માટે તેના B2B બિઝનેસ વર્ટિકલને વિસ્તૃત કરવા સાથે માઇક્રો વેરહાઉસના નેટવર્કમાંથી આવશ્યક વસ્તુઓની તાત્કાલિક ડિલિવરી સક્ષમ કરશે.

ડૂન્ઝોએ ભારતમાં કિવક કોમર્સ કેટેગરીમાં માર્કેટ લીડર તરીકે પોતાની જાતને સ્થાપિત કરી છે, જેની પાસે ૫૦ બિલિયન અમેરિકી ડોલરના બિલિયનની બજાર તક છે. હાલમાં ડૂન્ઝો ભારતના સાત મેટ્રો શહેરોમાં ઉપલબ્ધ છે અને વધારાની મૂડીનો ઉપયોગ ઝડપી કોમર્સ બિઝનેસના ૧૫ શહેરોમાં વિસ્તરણ કરવા માટે કરવામાં આવશે. ડૂન્ઝોએ તેનું ઇન્સ્ટન્ટ ડિલિવરી મોડલ ડૂન્ઝો Daily’ આ વર્ષની શરૂઆતમાં બેંગલુરુમાં લોન્ચ કર્યું હતું, જે સપ્તાહમાં ૨૦% થી વધુ વૃદ્ઘિ હાંસલ કરી રહ્યું છે. ડુન્ઝો ડેઇલી મોડેલ ઉચ્ચ ગુણવત્ત્।ાવાળા ફળો અને શાકભાજી પૂરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ૧૫-૨૦ મિનિટની અંદર દૈનિક અને સાપ્તાહિક આવશ્યક વસ્તુઓ પહોંચાડે છે.

આ ભંડોળ ઉપરાંત, ડૂન્ઝો અને રિલાયન્સ રીટેલ ચોક્કસ બિઝનેસ ભાગીદારીની પણ શરૂઆત કરશે. ડૂન્ઝો રિલાયન્સ રિટેલ દ્વારા સંચાલિત રિટેલ સ્ટોર્સ માટે હાઇપરલોકલ લોજિસ્ટિકસને સક્ષમ બનાવશે, રિલાયન્સ રિટેલની ઓમ્ની-ચેનલ ક્ષમતાઓમાં પણ વધુ ઉમેરો કરશે. ડૂન્ઝો જિયોમાર્ટના મર્ચન્ટ નેટવર્ક માટે છેલ્લા માઈલની ડિલિવરીની સુવિધા પણ આપશે.

આ મૂડીરોકાણ અંગે બોલતાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેકટર ઈશા અંબાણીએ કહ્યું કે, 'અમે વપરાશ પેટર્નમાં ઓનલાઈન બદલાવ જોઈ રહ્યા છીએ અને ડૂન્ઝોએ આ ક્ષેત્રમાં કેવી રીતે ક્રાંતિકારી સફળતા મેળવી છે એ જોઈને અમે તેનાથી ખૂબ પ્રભાવિત થયા છીએ. ડૂન્ઝો ભારતમાં કિવક કોમર્સના પ્રણેતા છે અને અમે તેમને દેશમાં અગ્રણી સ્થાનિક વાણિજય સમર્થક બનવાની તેમની મહત્વાકાંક્ષાઓને આગળ વધારવામાં મદદ કરવા માંગીએ છીએ. ડૂન્ઝો સાથેની અમારી ભાગીદારી દ્વારા, અમે રિલાયન્સ રિટેલના ગ્રાહકોને વધુ સગવડતા અને રિલાયન્સ રિટેલ સ્ટોર્સમાંથી ઉત્પાદનોની ઝડપી ડિલિવરી દ્વારા અલગ-અલગ ગ્રાહક અનુભવ પ્રદાન કરવામાં સક્ષમ થઈશું. અમારા વેપારીઓને તેમની વૃદ્ઘિને ટેકો આપવા માટે ડૂન્ઝોના હાઇપરલોકલ ડિલિવરી નેટવર્કની મદદ મળશે, કારણ કે તેઓ Jio Mart દ્વારા તેમના વ્યવસાયને ઓનલાઇન લઈ જશે.'

ડૂન્ઝોના સીઇઓ અને સહસ્થાપક કબીર બિસ્વાસે કહ્યું કે, 'શરૂઆતથી જ અમે ગ્રાહકને અજોડ અનુભવ પૂરો પાડવા પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને આ રાઉન્ડ એ અમારા એ અભિગમને મળેલું અદભૂત અનુમોદન છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ ક્ષમતા સુધી પહોંચવા માટે તનતોડ પ્રયાસ કરવા બદલ હું મારી ટીમ પર ગર્વ અનુભવું છું અને અમારા રોકાણકારોનો તેમના સતત સમર્થન માટે આભારી છું. રિલાયન્સ રિટેલના આ રોકાણની સાથે અમે વૃદ્ઘિને વેગ આપી શકે તેવા અને ભારતીયોની દૈનિક જરૂરિયાત પૂરી કરનારા ભાગીદારો સાથે લાંબા ગાળાની સહભાગીતા સાધી શકીશું. દુન્ઝો ડેઈલીએ હાંસલ કરેલી વૃદ્ઘિ અને વેગ જોઈને અમે ખૂબ જ ઉત્સાહિત બન્યા છીએ અને આગામી ત્રણ વર્ષમાં અમે દેશના સૌથી ભરોસાપાત્ર કિવક કોમર્સ પ્રોવાઇડર બનવાનું લક્ષ્યાંક ધરાવીએ છીએ.

ખ્ક્ષ્ગ્ અને ભાગીદારોએ RRVL માટે કાનૂની સલાહકાર તરીકે કામ કર્યું અને Deloitte, Haskins & Sells LLP નાણાકીય જોગવાઈઓ માટેની સેવાઓ પ્રદાન કરી હતી.

(10:34 am IST)