Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

કચ્છમાં ફાળો ઉઘરાવતા ત્રણ કાશ્મીરીઓ ઝડપાયા

પોલીસે સાહિત્ય જપ્ત કરી વધુ પૂછપરછ શરૂ કરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૭ : કચ્છના માંડવી તા.ના કાઠડા ગામેથી પોલીસે ત્રણ શંકાસ્પદ કાશ્મીરી નાગરિકોને ઝડપી પાડયા છે.

આ ત્રણ શંકાસ્પદ કાશ્મીરી યુવાનો મસ્જિદ માટે ફાળો ઉઘરાવી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે તેમને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની સાથે અન્ય સુરક્ષા એજન્સીઓએ હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછ અનુસાર ત્રણેય જણ કાશ્મીરના પુંચ વિસ્તારના મોળા, વિસ્ફાઈ, સુરનકોટના રહેવાસી છે.

તેમાં એક નિસ્સારહુસેન ફઝલહુસેન પટાના ૨૭ વર્ષનો યુવાન છે જયારે બીજા બે સગીરવયના છે. આ ત્રણેય ઈસમો પાસેથી તેમના ઓળખપત્ર, પહોંચબુક અને આધારકાર્ડ મળ્યા છે. અત્યાર સુધી કોઈ પણ વાંધાજનક સાહિત્ય મળ્યું નથી.

(10:34 am IST)