Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

અદાણી જૂથ વધુ અન્યાય કરશે તો કોંગ્રેસપક્ષ લડતને વધુ ઉગ્ર બનાવશે

ગરીબ તથા જરૂરતમંદ તથા કચ્છીજનોની આરોગ્ય સેવામાં સુધારો થાય મફત સારવાર વિગેરે બાબતે : કોંગ્રેસી આગેવાનોએ હોસ્પિટલના સતાધીશોની ઓફિસે ધસી જઈ ઉગ્ર રજુઆતો કરીઃ ડો.પીલાઈ તથા ડો.હિરાણી દ્વારા યોગ્ય કરવાની ખાત્રી સાથે ઉપવાસીઓને પારણા કરાવ્યા

ભૂજ, તા.૭: કચ્છ જિલ્લાની એકમાત્ર સરકારી હોસ્પિટલ જી.કે. જનરલ હોસ્પિટલ અદાણી જુથે હસ્તગત કરતા કચ્છ જિલ્લાના આરોગ્યક્ષેત્રે ગરીબ અંતરીયાળ ગામના દર્દીઓની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહેલ છે. પરિણામે હાલમાં હોસ્પિટલના સતાવાળાઓ તથા અદાણી જુથ દ્વારા તમામ જાતના ચાર્જ વધારી દેતા તથા આરોગ્યસેવામાં બેદરકારી બાબતે જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વતળે કચ્છ જિલ્લાના આગેવાનો રજાકભાઈ ચાકી જિલ્લા મંત્રી, હબીબશા સૈયદ, પ્રમુખ કચ્છ જિલ્લા કોગ્રેસ હેલ્થ હોસ્પિટલ વિભાગ, યાકુબ ખલીફા મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હેલ્થ હોસ્પિટલ વિભાગના આગેવાનો દ્વારા જી.કે. જનરલ કેમ્પાઉન્ડમા ભુજ મઘ્યે પ્રતિક ધરણાનો કાર્યકમ યોજાયો હતો.

આ પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા તમામ આરોગ્યક્ષેત્રે નિષ્ફળ અદાણી જુથની જી.કે. જનરલ હોસ્પિટલના સતાવાળાઓને આડે લેતા ભુજ નગરપાલીકાના પુર્વ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાલના કપરા સમયમા અદાણી જુથ દ્વારા ૧ જાન્યુ.થી આરોગ્ય સેવાઓ પૈકી એકસ-રે, સોનોગ્રાફી, આઈસીયુ બેડ, નોર્મલ બેડ તથા એકસ-રે તથા રિપોર્ટમાં ખુબ જ વિલંબ, ઓ.પી.ડી.માં કુશળ ડોકટરોનો અભાવ વિ. બાબતોની માંગ સાથેનું પ્રતિનિધિ મંડળ જી.કે. જનરલ હોસ્પિટલના અધિકારીઓ ડો.પીલ્લાઈ તથા ડો.નરેન્દ્ર હિરાણીના ઓફિસે 'અદાણી મેડીકલ સુવિધા મફત આપો' 'અદાણી-મોદી ભાઈ ભાઈ' કચ્છના ગરીબ દર્દીઓ સાથે થતો અન્યાય બંધ કરો' વિ. સુત્રોચ્ચારો સાથે વિશાળ સંખ્યામા આગેવાનો સાથે ધસી ગયું હતું, ત્યાર બાદ કોંગ્રેસી આગેવાનોની સાથે હોસ્પિટલ સતાવાળાઓ ઘર્ષણમાં ઉતરતા પોલીસ બોલાવતા મામલો તંગ બન્યો હતો.

ઉપરાંત આરોગ્ય સેવાઓ બાબત સતત સંલકન કરી રહેલા આગેવાનો રફીક મારા, પી.સી. ગઢવી, રામદેવસિંહ જાડેજા, રજાકભાઈ ચાકી, હબીબશા સૈયદ, યાકુબ ખલીફાએ જનરલ હોસ્પિટલના સતાવાળાઓની અમાનવીય વર્તન સુધારવા તથા એકમાત્ર સરકારી હોસ્પિટલ સુંટવાઈ જતા પ્રજાના પૈસાની મીલકત અદાણીએ અંદાજિત ૮૦૦ કરોડની મીલકત હસ્તગત કરી છે તો તેના બદલે કચ્છીજનોની આરોગ્ય સુધારમાં સવિશેષ અનુદાન ફાળવવું જોઈએ.

ત્યાર બાદ કચ્છ જિલ્લા કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ડો.હિરાણી અને ડો.પીલાઈને મળી અને હોસ્પિટલ લેવલના પ્રશ્નોમા ડાયાબીટીશ દર્દીઓના દવાઓના શેડયુલમાં ફેરફાર રદ કર્યો હતો, ત્યારબાદ દવાઓનો જથ્થો, બિનજરૂરી ચાર્જો રદૂ કરવા તથા હોસ્પિટલમા ઓપીડીમા ડોકટરો તથા ન્યુરોસર્જનની વ્યવસ્થા ગોઠવવાની ખાતરી આપી હતી. ઉપરાંત કોગ્રેસ આગેવાવનોએ પ્રતિક ધરણા બાદ યોગ્ય નહી થાય તો ૩૦ દિન બાદમાં જિલ્લા વ્યાપી લડત કાર્યકમો જી.કે. જનરલ વિરુઘ્ધ અપાશે એવી ચીમકી આપી હતી. ઉપવાસીઓને જી.કે. જનરલ સતાવાળાઓને સર્વશ્રી ડો.નરેન્દ્ર હિરાણી દ્વારા પારણા કરાવ્યા હતા.

આ વિરોધ કાર્યક્રમમા જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પુર્વ વિ.નેતા રાજેન્દ્રસિંહ જાડેજા તથા સીનીયર આગેવાનો સર્વશ્રી રફીકભાઈ મારા, પી.સી. ગઢવી, ગનીભાઈ કુંભાર, ઘનશ્યામસિંહ ભાટી, રામદેવસિંહ જાડેજા, જયવીરસિંહ જાડેજા, કાસમ સમા, પુષ્પાબેન સોલંકી, મીત જોષી, મુસ્તાક હિગોરજા, માનશી શાહ, કાઉન્સિલરો સર્વશ્રી આઈશુબેન સમા, હાસમભાઈ સમા, ભરત ગોસ્વામી, મામદ જત, મહેબુબ પખેરિયા, આકીબ સમા, રૂષીરાજસિંહ જાડેજા, રસીકબા જાડેજા, અંજલી ગોર, એચ.એસ. આહિર, વિશાલ ગઢવી, યોગેશ પોકાર, સહેજાદ સમા, ધૈર્ય ગોર, ધીરજ રૂપાણી, વસીમ સમા, સાલેમામદ નોડે, સાલેમામદ સમેજા, ઈમરાન ખલીફા, રફીક પઠાણ, વગેરે આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

આયોજન વ્યવસ્થા ધીરજ રૂપાણી તથા શહેર મહામંત્રી અંજલી ગોરે સંભાળી હતી. એવું જિલ્લા પ્રવકતા ગનીભાઈ કુંભાર જણાવ્યું હતું.

(10:45 am IST)