Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ભચાઉના મોવાણા ગામે વીજ ચેકીંગ દરમિયાન બે ઇજનેરો ઉપર સરપંચ સહિત ત્રણનો હુમલો : પોલીસમાં ફરીયાદ

મોવાણા આખા ગામનો વીજ પૂરવઠો કાપી નખાતા ખળભળાટ

રાજકોટ તા..૭.. પીજીવીસીએલ વિભાગીય કચેરી ભચાઉ હેઠળનાં બે નાયબ ઇજનેર તથા બે જુનીયર ઇજનેર એમ કુલ ચાર ટીમો દ્વારા રાપર તાલુકાનાં મોવાણા ગામમાં વિજ ચેકિંગ હાથ ધરતા બે વિજ જોડાણોમાં ચોવીસ કલાકનાં પાવર વાળા જયોતિગ્રામ ફિડરમાંથી ખેતીવાડી ફિડરમાં લાઇન જોડીને વિજ ચોરી ઝડપી લેવાઈ હતી  તથા વધુ વિજ ચેકિંગની કામગીરી હાથ ધરતા પ્રાઇવેટ ટ્રાન્સફોર્મર મુકીને વિજચોરી કરતાં ૩ ખેડુતો ઝડપાયેલ. જે અનુસંધાને કાર્યવાહી કરતાં મોવાણા ગામનાં સરપંચશ્રી ગજુભા માલુભા વાઘેલા, ગણપતસિંહ કીરિટસિંહ વાઘેલા તથા કિશોરસિંહ મહિપતસિંહ વાઘેલા દ્વારા જુનિયર ઇજનેર શ્રી એચ.આર. ઠક્કર તથા નાયબ ઇજનેર એન.સી. પરમારને ધોલ-ધપાટ કરી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ. જે અનુસંધાને વિજચેકિંગ કાર્યવાહીમાં ફરજ રૂકાવટ કરવાની તથા ચેકિંગ અધિકારી ઉપર હુમલાં અન્વયે બાલાસર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોધાવવામાંઆવી છે વિજચેકિંગમાં રૂકાવટ કરવા બદલ મોવાણા ગામનો વિજપુરવઠો બંધ કરવામાં આવતા દેકારો બોલી ગયો છે

(10:46 am IST)