Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કેસ સડસડાટ વધતા ચિંતા

કચ્છમાં એક જ દિવસમાં ૭૭, ભાવનગર-૪૦, જુનાગઢ-૩૦, મોરબી અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૧૮, જામજોધપુરમાં ૭ કેસઃ કોરોના ગાઇડલાઇનનુ પાલન જરૂરી

રાજકોટ તા. ૭:.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કેસમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. કેસનો આંકડો સડસડાટ ઉંંચે આવતા ચિંતા વ્યાપી છે.
કચ્છમાં એક જ દિવસમાં ૭૭, ભાવનગરમાં ૪૦, જુનાગઢમાં ૩૦, મોરબી અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં તથા જામજોધપુરમાં ૭ કેસ ગઇકાલે નોંધાતા હવે કોરોના ગાઇડ લાઇનનું કડક પાલન કરાવુ જરૂરી બન્યું છે.
જુનાગઢ
(વિનુ જોશી) જુનાગઢઃ જુનાગઢમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ એક જ દિવસમાં ૩૦ નવા કેસ નોંધાતા લોકોમાં મોટાપાયે ગભરાટ ફેલાય ગયો છે.
જુનાગઢ શહેર અત્યારે કોરોનાનો ગઢ બની જવા પામેલ છે. દિન પ્રતિદિન નવા કેસ સામે આવી રહ્યા છે. છતાં હજુ લોકોમાં સાવચેતીનો અભાવ જોવા મળી રહ્યો છે.
જુનાગઢની શાક માર્કેટો, મુખ્ય બજારો અને મોલમાં જોવા મળતી ભીડને લઇ નજીકના દિવસોમાં જુનાગઢમાં કોરોનાનાં દૈનિક પ૦ કેસ થાય તો નવાઇ નહિં.
કોરોનાનાં સતત વધતા કેસ થાય તો નવાઇ નહિં.
કોરોનાનાં સતત વધતા કેસને લઇ તંત્ર ચિંતામાં છે. આરોગ્ય વિષયક સઘન બનાવ્યા છે. ત્યારે લોકોએ કોરોના ગાઇડ લાઇનનું નૈતિક ફરજ સમજીને કડક પાલન કરવુ જરૂરી છે.
કોરોનાને અંકુશમાં રાખવા લોકોએ માસ્ક પહેરવુ અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું અતિ જરૂરી છે.
કચ્છ
(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ કોરોનાની પહેલી અને બીજી લહેર કરતાં ત્રીજી લહેરમાં ઝડપથી દર્દીઓ વધુ રહ્યા છે. કચ્છમાં એક દિ’ માં વધુ ૭૭ કેસ સાથે હવે સારવાર લઈ રહેલાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ૧૭૫ થઈ છે. વધતાં જતાં દર્દીઓની વાત કરીએ તો માત્ર ૬ દિવસમાં જ કોરોનાના દર્દીઓની સંખ્યા ૨૨૨ થઈ છે. તો, ઓમિક્રોનના પણ ૪ કેસ નોંધાયા છે. જે ત્રીજી લહેરની તીવ્રતા દર્શાવે છે. ફ્ફ્ડાટ ફ્ેલાવી રહેલ કોરોનાથી બચવા લોકો જાતે જાગૃત બને. સાથે સાથે રાજકીય પાર્ટીઓ પણ જાગૃતિ દર્શાવી જાહેર કાર્યક્રમોમાં કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવાની મેચ્યોરીટી દર્શાવે તે વર્તમાન સમય ની તાતી આવશ્યકતા છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી) ભાવનગરઃ ભાવનગરમાં  કોરોના બ્લાસ્ટ થયો હોય તેમ  સતત બીજા દિવસે પણ ૪૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં ૩૮ અને ગ્રામ્ય માં ૨ મળી વધુ ૪૦  પોઝિટિવ કેસ નોંધાયા છે.
ભાવનગરમાં કોરોના એ ગતિ પકડી છે . ભાવનગર શહેરમાં ૩૮ અને ગ્રામ્ય માં ૨ કેસ મળી કુલ ૪૦  પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં ૨૩ પુરુષ અને ૧૫ મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે જયારે ભાવનગરગ્રામ્ય માં એક મહિલાનો અને એક પુરુષ કોરોના કેસ પોઝિટિવ આવ્યો છે. જયારે ભાવનગર શહેર કે ગ્રામ્યમાંથી એક પણ દર્દી ડિસ્ચાર્જ થયા નથી .  હવે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધી ૧૫૫  થવા પામી છે. કોરોના ના કેસો રોજેરોજ વધતા લોકોમાં ફ્ફ્ડાટ ફ્ેલાયો છે.
ભાવનગરમાં છેલ્લા છ દિવસમાં જ કોરોનાના ૧૩૪ પોઝિટિવ કેસ નોંધાયા છે.
મોરબી
(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબીઃ મોરબી જીલ્લામાં કોરોના કેસોમા સતત વધારો થઇ રહ્યો છે જેમાં કાલે જીલ્લામાં કોરોનાના નવા ૧૮ કેસો નોંધાયા છે તો બે દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે
મોરબી જીલ્લામાં આજે નવા ૧૮ કેસો નોંધાયા છે જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૫ અને શહેરી વિસ્તારમાં ૦૯ કેસો, ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૧ અને માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૩ કેસો મળીને નવા ૧૮ કેસો નોંધાયા છે તો આજે બે દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
જામજોધપુર
(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુરઃ જામજોધપુર માં વધુ નવા ૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તાલુકાના જામવાડી માં ૧ , કાટકોલા - ૧ , અને પાંચ જામજોધપુર શહેરમાં કોરોના સંક્રમિત થયા જેમાંથી બે બાળકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. પંથકમાં કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થતાં લોકોમાં ચિંતા વ્યાપી છે.
ખંભાળીયા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગઈકાલે દ્વારકા તાલુકાના ૧૭ મળી જિલ્લામાં કુલ અઢાર નવાપોઝિટિવ દર્દીઓનો ઉંમેરો થતા જિલ્લાની જનતામાં ફ્ફ્ડાટની લાગણી પ્રસરી ગઇ છે.
આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવારે પ્રસિદ્ધ કરવામાં આવેલા આંકડા મુજબ ખંભાળિયા તાલુકામાં ૫૮૪, કલ્યાણપુર તાલુકામાં ૪૦૦, ભાણવડ તાલુકામાં ૩૮૦ અને દ્વારકા તાલુકામાં કુલ ૨૮૦ કોરોના કેસ કરવામાં આવ્યા હતા. કુલ ૧૬૪૪ ટેસ્ટમાં સૌથી ઓછા ટેસ્ટ કરવામાં આવ્યા હતા તે દ્વારકા તાલુકામાં ચિંતાજનક અને સૌથી વધુ ૧૭ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉંપરાંત ખંભાળિયામાં પણ એક દર્દીનો ઉંમેરો થયો છે. જયારે ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં કોઈપણ નવો દર્દી સામે આવ્યો નથી. હાલ દ્વારકા તાલુકામાં અન્ય તાલુકાઓના સરવાળા કરતાં પણ વધુ એક કેસ હોવાથી આ પંથકના લોકોમાં વધુ ઘેરી ચિંતા જોવા મળે છે.
આમ, જિલ્લામાં ઘણા સમય પછી સૌથી વધુ ૧૮ નવા કેસનો ઉંમેરો થતાં લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વની બાબત તો એ છે કે નવા જાહેર કરાઈ રહેલા દર્દીઓ મોટા ભાગે હોમ ક્વોરોન્ટાઈનમાં જ સારવાર લઇ રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા નવા પોઝિટિવ દર્દીઓ જાહેર કરાતા આ વિસ્તારોમાં માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન કરવામાં આવે છે. આ ઉંપરાંત પરિસ્થિતિ પર કાબૂ મેળવવા સર્વેલન્સ ટીમ તથા ધન્વંતરી રથ અંગેની કામગીરી પણ આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
વધતા જતા કેસોને ધ્યાને લઇ સરકારી કચેરીઓમાં પણ કોરોના વેક્સિનેશન સર્ટિફ્કિેટ જોવા, સહિતના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા માસ્ક અંગેની કામગીરી વધુ કડક બનાવી દેવામાં આવી છે. આ સાથે તંત્ર દ્વારા વેક્સિનેશન વધુ ઝડપે થાય તે માટેપણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

 

(11:01 am IST)