Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ઉના પાસેથી કારમાં ૪૦ બોટલ દારૂ ઝડપાયો

ઉના, તા.૭: પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન  નાલીયા માંડવી પાસે જીજે૧૧બીઆર ૨૯૬૩ નંબરની કારમાં પોલીસે ઇગ્લીંશ દારૂની ૪૦ બોટલો કિં.રૂ.૩૨,૮૦૦ની પકડી પાડી હતી.

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દરસીંગ પવારશ્રી જુનાગઢ રેન્જ,જુનાગઢ તથા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠીઓના માર્ગદર્શન હેઠળ દારુ-જુગારની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા સુચના કરેલ હોય જે અંગે મદદનીશ પોલીસ અધિક્ષક વેરાવળ શ્રી ઓમ પ્રકાશ જાટના ડીવીજનમાં કાયદો વ્યવસ્થા જાળવવા અને જાણીતા પ્રોહી - જુગારીની પ્રવૃતીમાં સંકળાયેલ હોય તેવા ઇસમો ઉપર વધુમાં વધુ સફળ રેઇડો કરવા અને પ્રોહી - જુગારની બંદી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને ઉના પી.આઈ. વી.એમ.ચૌધરી નાઓની સુચના મુજબ પો.સબ ઇન્સ. એચ.વી.ચુડાસમા તથા એ.એસ.આઇ, એ.એન.ડોડીયા તથા પો.કોન્સ. હરેન્દ્રસિંહ અમરસિંહ તથા પો.કોન્સ. રાહુલભાઇ નારણભાઇ તથા પો.કોન્સ. હરીભાઇ ડાયાભાઇ એ રીતેના પો.સ્ટાફના સાથે દેલવાડા ઓ.પી. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન નાલીયા માંડવી ગામે પહોચતા એ.એસ.આઇ. એ.એન.ડોડીયા તથા પો.કોન્સ. રાહુલભાઇ નારણભાઇનાઓને સંયુકત બાતમીરાહે હકીકત મળેલ કે હ્યુન્ડાઇ કંપનીની આઇ ર૦ જેના રજી. નં. જી.જે.૧૧૧બી.આર.ર૯૬૩ વાળી દિવ ધોધલા તરફથી દારૂ લઇ ઉના તરફ આવે છે તેવી હકિકત અધારે રેઇડ કરતા ઉપરોકત હકીકતવાળી કાર આવતા રોકાવી ચેક કરતા આરોપી શાહરૂકખા હુસેનખા કરમતી જાતે.મુસ્લિમ ઉ.વ.૨૭, ધંધો.પ્રા.નોકરી, રહે.પાતળા તા.માળીયા જી.જુનાગઢ હાલ રહે.વેરાવળ, તાલાળા ચોકડી પાસે જી.ગીર સોમનાથવાળા પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. ની બોટલ નંગ-૪૦ જેની કિ.રૂ.૩ર,૮૦૦/- તેમજ કાર હ્યુંડાઇ કંપનીની આઇ ર૦ જેના રજી.નં. જી,જે.૧૧૧બી.આર.ર૯૬૩ જેની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- ગણી તથા અંગઝડતી કરતા એક વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ જેની કિ.રૂ.૫૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૨,૩૭,૮૦૦/ના પ્રોહી મુદામાલની હેરફેર કરતા પ્રોહી મુદામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે. જે અંગે ઉના પો.સ્ટે.માં પ્રોહી કલમ ૬૫ઇ, ૯૮(ર), ૯૯ મુજબ ગુન્હો રજી કરાવેલ છે આ કામની તપાસ પો.સબ ઇન્સ. શ્રી એચ.વી.યુડાસમાં સા. ચલાવી રહ્યા છે. દીવમાંથી ગે.કા. રીતે દારૂની હેરાફેરી કરતા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.

(11:05 am IST)