Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

સાયલાના સુદામડા ગામે ૩૪ કરોડ ૬૪ લાખના કાળા પથ્થરની ચોરીનો પર્દાફાશ

બ્લેકટ્રેપની ખાણમાંથી ખનીજ ચોરી ઝડપાઇ : પાંચ એકસકેવેટર મશીન અને ૧૩ ડમ્પરો કબ્જે : પોલીસમાં ગુન્હો દાખલ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૭ : સાયલા તાલુકામાં બ્લેકટ્રેપ ખનીજ ચોરીના ૩૪,૬૪ કરોડના કૌભાંડનો પર્દાફાશ કરાયો છે.

નાયબ પોલીસ અધિક્ષક, લીંબડી સ્કોડ,સાયલા પોલીસ સ્ટેશનની ટીમ તથા ખાણ ખનીજના અધિકારીશ્રીઓની સંયુકત ટીમ બનાવી સાયલા તાલુકાના સુદામડા ગામે ગેરકાયદેસર રીતે ચાલતી કાળા પથ્થરાક ટ્રેપ)ની ખાણમાં રેઇડ કરતા ખાણમાંથી ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા એકસકેવેટર મશીન નંગ-૦૫, ડમ્પરો નંગ-૧૩ કી.રૂ. ૪,૦૫,૦૦,૦૦૦ (ચાર કરોડ ૫ લાખ)નો મુદ્દામાલ ઝડપી લઇ, મસમોટી કરોડોની ખનીજચોરીનો પર્દાફાસ કરેલ અને સદરહુ જગ્યાની માપણી કરતા ગેરકાયદેસર રીતે ખોદકામ કરી કાળો પથ્થર (બ્લેક ટ્રેપ) ૮,૬૭,૫૫૬.૯૩ મેટ્રીક ટન જેની કમ્પાઉન્ડ ફી સાથે કિ.રૂ.૩૪,૬૪,૩૪,૯૮૪/-ની કિમતની ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપી લેતા ખનીજ માફીયાઓ તથા આવી પ્રવૃતિ કરતા ઇસમો પર સપાટો બોલાવેલ છે.

સંદીપસિંહ, નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જનાઓ દ્વારા ખનીજ માફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનન તથા વહન કરતા ખનીજ માફીયાઓ પર ધોરણસરની કાર્યવાહી થવા સુચના કરેલ હોય જે અન્વયે શ્રી મહેન્દ્ર બગડીયા પોલીસ અધિક્ષક, સુરેન્દ્રનગરનાઓએલીંબડી ડિવીઝનમાંમળી આવતા ખનીજ જેવા કે કાર્બોસેલ,રેતી,કાળો પથ્થર(બ્લેક ટેપ) વિગેરે જેવા ખનીજનું ગેરકાકાયેસર રીતે ખનીજ નું ખનન તથા વહન કરતા માફીયાઓ પર કાર્યવાહી કરવા સી.પી.મુંધવા નાયબ પોલીસ અધિક્ષક લીંબડી ડીવીઝનનાઓ

રેઇડ કરવા સારૂ સ્થાનીક પોલીસ ટીમ જેમા પો.સબ.ઇન્સ  એમ.એચ.સોલંકી તથા પો.સબ.ઇન્સ વી.એમડેર તેમજ સ્કોડના માણસોની ટીમ બનાવી ખાણ ખનીજ વિભાગના અધિકારીશ્રીઓ જેમાં ભુસ્તરશાસ્ત્રીશ્રી એ.બી.ગોઝાના માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઇન્સપેકટર ઇન્દ્રજીતસિંહ એ ઝાલા તથા માઇન્સ સુપરવાઈઝરશ્રી નાથાભાઇ ચુભાઇ કણઝરીય તથા આધિમાર સૈન પરમાર તથા સર્વેયરશ્રી યજ્ઞેશભાઇ કે પરમારનાઓની ટીમને સાથે રાખી ગસુદામડા ગામના ગામ તળના સર્વે =નંબર ૬૩૮ તથા ૩૯ વાળામાં અચાનક રેઇડ કરતા કાળો પથ્થર (બ્લેક ટ્રેપ) નું ખોદકામ થયેલ મોટો ખાડો જોવામાં આવેલ.

આ જગ્યા પર પાંચ એકસર્કવેટર તથા ૧૩ ડમ્પર ગેરકાયદેસર ખોદકામ કરતા મળી આવેલ જેથી સીઝ કરેલ અને આરોપીઓ દારા ૮.૬૭,૫૫,૯૩ મેટ્રીક ટન કાળો પથ્થર (બ્લેક ટ્રેપ) જેની કિંમત રૂપીયા ૩૪,૬૪,૩૪,૯૮૪૮-ની ખનીજ ચોરી કરેલ હોવાનું ખુલવા પામેલ.

ચાલકો તથા માલીકો તેમજ સદરહુ જગ્યાનું સંચાલન કરી ગેરકાયદેસર ખોદકામ કરતા પ્રદીપભાઇ છેલભાઇ ખાચર રહે.સુદામડા વાળા તથા સદરહું સર્વે નંબરોના માલીકો તેમજ તપાસમાં ખુલે તે તમામ ઇસમો પર ધોરણસર થવા MM&R) Act-૧૯૫૭ની  કલમ ૪(૧), ૪(૧)(એ)ના ભંગ બદલ ૨૧(૧),(૫) ને સજાપાત્ર તથા GMPIMTS એકટ-૨૦૧૭ ના નિયમ ૩ના ભંગબદલ ૨૧ને સજાપાત્ર મુજબની જોગવાઈઓ મુજબ તેમજ IPC ૬.૩૭૯,૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરાવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ કામગીરીમાં સી.પી.મુંધવા, નાયબ પોલીસ અધિક્ષક, લીંબડીનાઓની રાહબરી હેઠળ (૧)પો.કોન્સ નવદ્યણભાઇ ભોજાભાઇ ટોટા (ર)પો.કોન્સ. મનીષભાઇ ગણપતભાઇ પટેલ (૨) સાયલા પોલીસ સ્ટેશનની ટીમ

(૧) પો.સબ.ઇન્સ એમ.એચ.સોલંકી (૨) પો.સબ.ઇન્સ. વી.એમ.ડેર (૩) પો.કોન્સ યોગેશકુમાર કે પટેલ (૪) પો.કોન્સ સુખદેવસિંહ સી સોડ (૫) પો.કોન્સ ખોડાભાઇ નાથાભાઇ

(૩) ભૂસ્તરશાસ્ત્રીશ્રી ઍ.બી અોઝા સાહેબ,ખાણ ખનીજ વિભાગ, સુરેન્દ્રનગરનાઅોની રાહબરી હેઠળ (૧) સેયલ્ટી ઇન્સપેક્ટર ઇન્દ્રજીતસિંહઍ ઝાલા (૨) માઇન્સ સુપરવાઈઝર નાથાભાઇ ટપુભાઇ કણઝરીયા (૩) માઇન્સ સુપરવાઇઝર આશીષકુમાર ઍન પરમાર (૪) સર્વોશ્વરથી યજ્ઞેશભાઇ કે પરમાર રાખેલ રહ્ના હતા. (

(11:06 am IST)