Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ભાવનગરમાં સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગની ૬ ટીમો દ્વારા ૧૦ જગ્યાએ દરોડા

અલંગથી ભાવનગર આવતા પ વાહનો અટકાવાયાઃ વેપાર અને રહેણાંક સ્થળોએ કાર્યવાહી

રાજકોટ તા. ૭: સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગ અમદાવાદ દ્વારા સમગ્ર રાજયમાં ૩૦ જગ્યાઓએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે પૈકી ભાવનગરમાં ૬ ટુકડીઓ દ્વારા ૧૦ સ્થળોએ ઓફિસ અને રહેણાંકમાં ગુરૂવારે સવારથી શરૂ થયેલી દરોડાની કાર્યવાહી મોડી રાત્રે પણ યથાવત રહી છે. છેલ્લા એક મહિનાથી ભાવનગરની શંકાસ્પદ પેઢીઓની માહિતીઓ એકત્ર કરવામાં આવી રહી હતી. દરોડા વાળા સ્થળોએ સ્ટેટ જીએસટીના અધિકારીઓએ કોમ્પ્યુટર, લેપટોપ, કાચી ચીઠ્ઠીઓ, આંગડીયાના હિસાબો, મોબાઇલ ડેટા, સંદેશા વ્યવહારો હસ્તગત કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક મળેલી માહિતી અનુસાર સ્ક્રેપ અને મેટલના ધંધાર્થીઓ દ્વારા કરોડો રૂપિયાની ગેરરીતિઓ આચરવામાં આવી છે. અને ગુરૂવારે શરૂ થયેલી કાર્યવાહી શુક્રવારે પણ યથાવત રહેવાની હોવાનું જાણવા મળેલ છે. દરમિયાન અલંગથી ભાવનગર માલ પરિવહન કરી રહેલા પ વાહનોમાં ઇ-વે બિલ નહીં હોવાથી એસજીએસટીની મોબાઇલ સ્કવોડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

(11:20 am IST)