Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

જામનગરમાં ત્રણ યુવાનોના આપઘાત

જામનગર, તા.૭: નાઘેડીમાં આવેલ ગ્રીન વીલામાં રહેતા અનિરૂઘ્ધસિંહ ઉમેદસિંહ જાડેજાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકે જાહેર કરેલ છે કે, તેમનો ભાઈ ધર્મેન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજા ઉ.વ.૩૬ રહે.જલારામ નગરવાળાએ પોતાની કેન્સરની બીમારીથી કંટાળી જઈ તા.૬ના રોજ પોતાના ઘેર પંખાના હુકમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ થયેલ છે.

અહીં જુના રેલ્વે સ્ટેશન સામે જયભીમ સ્ટ્રીટ ૧–એમાં રહેતા મહેશ મોહનભાઈ રાઠોડ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, મોહનભાઈ સોમાભાઈ રાઠોડ ઉ.વ. ૪પ એ પોતાના ઘેર કોઈપણ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ પામેલ છે.

પ્રેમીકાના પતિને છૂટાછેડા આપી દેવાની ધમકી આપી માર માર્યો

 અહીં નાગેશ્વર કોલોનીમાં રહેતા રાહુલ ભાણજીભાઈ બારીયા ઉ.વ. ૩૮ એ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, આ કામેનો આરોપી કેતન ચૌહાણ રહે. જુનો કુંભારવાડોવાળો જોર જોરથી રાડો પાડી ઘર બહાર બોલાવી કહેલ કે તારી પત્નિ દિપાલીને મારા સાથે પ્રેમસંબંધ છે તું તેને છુટાછેડા આપી દે તેમ કહી લોખંડના પાઈપ વડે ફરીયાદીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે.

અહીં ગુલાબનગરમાં રહેતો રમીઝ કાસમભાઈ સુમરાએ પોલીસમાં જાહેર કરેલ છે કે, શંકરભાઈ કાતરાયન પટેલ ઉ.વ. ૩૬ રહે. ધરારનગર–ર પોતાના ઘેર આર્થિક સંકળામણથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ પામેલ છે.

વિશાલ હોટલ સામેથી મોટરસાયકલ ચોરાયું

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દેવશીભાઈ કેશુરભાઈ પીઠાભાઈ ચાવડા, ઉ.વ.૩૮, રે.ગોકુલનગર, ખાખીનગર, ટપુભાઈ પાલાભાઈ કાબરીયાના મકાનમાં જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, વિશાલ હોટલ સામે, કિલુ વસંતભાઈની  વાડી પાસે, જામનગરમાં ફરીયાદી દેવીશભાઈએ પોતાનંુ કાળા કલરનું હિરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.૧૦–એ.ડી.–૮૮૦૭, કિમત રૂ.ર૦,૦૦૦/– નું કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

સિકકો ઉછાળી જુગાર રમતા આઠ ઝડપાયા

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદીપભાઈ વસંતભાઈ બારડ એ ફરીયાદ નોંધાવી છે કે, જૂના રેલ્વે સ્ટેશન સામે, રેલ્વે કોલોની, કાર્તીક સ્વામીના મંદિર બાજુમાં, તેજસીંગ ઉર્ફે ટેક્ષી કુવરસીંગ રાજબાર, દિપકભાઈ દેવજીભાઈ ચાવડા, મેહુલ ઉર્ફે ચકલો દિનેશભાઈ વાઘેલા, સતીષ દેવરાજન કુમાર, અજય મનસુખભાઈ પરમાર, પરેશભાઈ કિશોરભાઈ પરમાર, રવીભાઈ ઉર્ફે ડાગલો મગનભાઈ ચૌહાણ, દિનેશ ઉર્ફે સમજા ભરતભાઈ પરમાર, રે. જામનગરવાળા ગોળ કુંડાળી વળી બેસી રૂપિયાનો સિકકો ઉછાળી કાટ છાપ બોલી પૈસા લગાડી હારજીત કરી કીંગ–ટોસ નામનો જુગાર રમતા કુલ રોકડા રૂપિયા ૧૭,૪પ૧/– ના મુદામાલ  સાથે ઝડપાઈ ગયેલ છે.

મેચ ઉપર જુગાર રમતો ઝડપાયો : એક ફરાર

અહીં પંચ એ પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના કોન્સ. યોગરાજસિંહ પ્રવિણસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છેકે, હાપા રેલ્વે સ્ટેશન મેઈન રોડ, ફલોર મીલ પાસે રોડ ઉપર જામનગરમાં આ કામના આરોપીઓ કૈનયાલાલ જમનાદાસ દેવાણી, મેચ ઉપર સેસન રમી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૩૯પ૦/– તથા બે મોબાઈલ ફોન કિંમત રૂ.૭૦૦૦/– મળી કુલ રૂ.૧૦,૯પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી અર્જુનભાઈ, રે. જામનગરવાળો ફરાર થઈ ગયેલ છે.

પરણિતાને ત્રાસ આપ્યાની રાવ

લાલપુર પોલીસ સ્ટેશનમાં પુજાબા બળવંતસિંહ જોરૂભા જાડેજા, ડો/ઓ. જયરાજસિંહ લાલુભા ગોહિલ, ઉ.વ.ર૭, રે. સેવક ધુણીયા ગામ તા.લાલપુર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી બળવંતસિંહ જોરૂભા જાડેજા, રે. સેવક ધુણીયા ગામ વાળા એ ફરીયાદી પુજાબા ને લગ્ન જીવન દરમ્યાન અવાર – નવાર હેરાન પરેશાન કરી શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી મારકુટ કરી ગુનો કરેલ છે.

૧૩૮ બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. શીવભદ્રસિંહ મહોબતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, સ્વામીનારાયણનગર પાછળ, નદીના કાંઠે, બાવળની ઝાડી, જામનગરમાં દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુ જુવાનસિંહ વાળા, વિદેશી દારૂની બોટલો નંગ.–૧૩૮, કિંમત રૂ.૬૯,૦૦૦/– તથા મોબાઈલ ફોન કિંમત રૂ.ર૦૦૦/– મળી કુલ રૂ.૭૧,૦૦૦/– ના મુદામાલ વેચાણ અર્થે રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા દારૂ સપ્લાય કરનાર આરોપી જગાભાઈ રબારી ફરાર થઈ ગયેલ છે.

(12:50 pm IST)