Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

જામનગરઃ નવા વર્ષના પ્રારંભે સૌએ પ્રેમ ભાવ અપનાવવાનો સુ.દીક્ષાજી મહારાજનો સંદેશ

જામનગર, તા., ૭: નવા વર્ષના પ્રારંભથી નિરાકરને સાક્ષી માનીને બધા પ્રત્યે પ્રેમનો ભાવ અપનાવીએ પ્રેમ ફકત શબ્દો સુધી જ સીમીત ન રહે તેને આપણા જીવન અને વ્યવહારમાં અપનાવીએ તેમ નિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજે જણાવેલ છે.

જો આપણે પ્રેમ અને સન્માનની વિપરીત પ્રેમ અને સન્માન નથી મળી રહયો તો પણ આપણે આપણા હ્રદયને વધુ વિશાળ બનાવીને બધા પ્રત્યે પ્રેમનો જ ભાવ અપનાવવો છે. આ ઉદગાર નિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ દ્વારા નવા વર્ષના સંદેશ રૂપમાં વર્ચુઅલ માધ્યમ દ્વારા વિશેષ સત્સંગ સમારોહમાં વ્યકત કર્યા. આ કાર્યક્રમનો લાભ સંત નિરંકરી મિશનની વેબસાઇટ પર વિશ્વભરના લખો ભકતો અને પ્રભુ પ્રેમીઓએ પ્રણ કરેલ હતા.

સદગુરૂ માતાજીએ કહયું કે આપણે દરેક ક્ષણ નિરાકાર પ્રભુને હ્રદયમાં વસાવી પોતાના હ્ય્દયને એટલો બધો પવિત્ર બનવવનો છે કે તેથાથી ફકત પ્રેમ  જ ઉત્પન્ન થય અને વૈર, ઇર્ષ્યા, નિંદા, દ્વેષનો કોઇ સ્થાન જ ન રહે.

સદગુરૂ માતાજીએ કહયું કે જો વિતેલ ર વર્ષોની પરિસ્થિતિને જોઇએ તો કોરોનાના હિસાબે ઘણા લોકોના ઉદ્યોગો અને વ્યવસાય પ્રભવીત થયા તે ઉપરાંત પ્રત્યેક્ષ રૂપમાં સત્સંગ પણ બંધ થયેલ છે. પરંતુ જ્ઞાનની પ્રાપ્તીની ઉપરાંત પ્રત્યેક બ્રહ્મજ્ઞાની સંત આ વાતથી પરિચીત છે કે તેન માટે દરેક દિવસ, મહીના અને વર્ષ ભકિતમય હોય છે તેઓન જીવનમાં કોઇ વર્ષ બદલવાની કે પછી કોઇ વિશેષ દિવસની કોઇ મહતા રહેતી નથી અને પરમાત્માના અહેસાસને જીવનમંત જીવીને આનંદની અવસ્થા પ્રાપ્ત કરે છે.

સદગુરૂ માતાજીએ નિરંકારી ભકતોને આહવાન કર્યુ કે તે નિરાકાર પ્રભુ પરમાત્માનો સહારો લઇને હ્ય્દયમંાં  પરોપકારનો ભવ અપનાવીને મર્યાદા પુર્વક જીવન જીવીને સમસ્ત માનવ જાતીને પ્રેમ કરત જોઇએ.

નવા વર્ષની ભેટ સ્વરૂપે સંત સમાગમની યાદી આપીને દરેક ભકતજનોને ખુશી પ્રદાન કરેલ જેમાં ૧૬ જાન્યુઆરી ર૦રરના રોજ  ભકિતપર્વ સંત સમાગમ તેમજ ૧૧, ૧ર અને ૧૩ ફેબ્રુઆરીન રોજ પપમાં મહારાષ્ટ્રના પ્રાદેશીક નિરંકારી સંત સમાગમ વર્ચુઅલ માધ્યમ દ્વારા નિર્ધારીત કરવામાં આવેલ છે તેમ માતા સુદીક્ષાજી મહારાજે જણાવેલ છે.

(12:50 pm IST)