Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

રાજકોટ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાની બેઠક યોજાઈ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૭: રાજકોટ જીલ્લા ભાજપ લદ્યુમતી મોરચાની બેઠક તાજેતરમાં યોજાઈ હતી. રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા ભાજપના મહામંત્રી મનસુખભાઇ રામાણી, મહામંત્રી મનીસભાઈ ચાંગેલા સાથે રાજકોટ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીન ફોગ, પ્રભારી નિલેશભાઈ દોશી, જીલ્લા લઘુમતી મોર્ચાના મહામંત્રી શ્રીઓ સલીમભાઈ પતાણી, અસ્લમભાઈ મલેકે જીલ્લા લદ્યુમતી મોરચાની કામગીરી અંગે મીટીંગ યોજેલ હતી. આ મિટિંગમાં રાજકોટ જીલ્લા લઘુમતી મોર્ચા આગામી કાર્યક્રમો સુવ્યવસ્થિત થાય તેમજ મંડલ સહ કારોબારી તૈયાર થઈ જાય બીજી બાબતો અંગે ચર્ચા વિચારણા કરેલ હતી. અંતે તમામ મંડલોના પ્રમુખ-મહામંત્રીઓને રાજકોટ જીલ્લા લદ્યુમતી મોરચાની સૂચના મુજબ ત્વરીત સુવ્યવસ્થિત કામગીરી કરવા આદેશ આપવામાં આવેલ હતો. આ બેઠકમાં સમયસર કામગીરી થઈ શકે જેના ભાગરૂપે ઝોન પ્રભારીઓની નિમણૂક કરેલ જેમાં જીલ્લા લદ્યુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીન ફોગને જસદણ શહેર-તાલુકા તેમજ વીંછીયા તાલુકાની જવાબદારી,લદ્યુમતી મોર્ચા મહામંત્રી સલીમભાઈ પતાણીને કોટડા સાઘાણી તાલુકા, ગોંડલ શહેર-તાલુકા, લોધિકા તાલુકા, રાજકોટ તાલુકા, જામકંડોરાણા તાલુકા, પડધરી તાલુકાની જવાબદારી, લઘુમતી મોર્ચા મહામંત્રી અસ્લમભાઈ મલેકને ઉપલેટા શહેર-તાલુકા, ધોરાજી શહેર-તાલુકા,ભાયાવદર, જેતપુર શહેર-તાલુકાની જવાબદારી ઝોન વાઈજ રાજકોટ જીલ્લા ભાજપ તરફથી સોંપવામાં આવેલ હતી.

જીલ્લા લઘુમતી મોરચાને વધુ મજબૂત થાય માટે ટુંક સમયમાં રાજકોટ જીલ્લા ભરનો પ્રવાસ કરી મુસ્લીમ સમાજના પ્રસનો અંગે જાણકારી મેળવી જીલ્લા ભાજપ, પ્રદેશ ભાજપ સરકારશ્રી સુધીના પ્રસનો અંગેના નિરાકરણ માટે પ્રયત્નો કરવા રાજકોટ જીલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીન ફોગ, પ્રભારી નિલેશભાઈ દોશી, મહામંત્રી શ્રીઓ સલીમભાઈ પાતણી, અસ્લમભાઈ મલેકે આગામી આયોજન કરેલ છે. આ તકે રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી શ્રીઓ મનસુખભાઇ રામાણી તેમજ મનીસભાઈ ચાગેલાયે લઘુમતી મુસ્લીમ સમાજના પ્રશ્નો હશે તો તે ઉકેલવાની ખાત્રી આપેલ હતી.

(11:40 am IST)