Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

કોળી સમાજને ન્યાય આપવાની ખાત્રી આપતા સી.આર. પાટીલ

ગાંધીનગરમાં કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઇ બાવળીયાની હાજરીમાં કોળી-ઠાકોર સમાજના આગેવાનોની બેઠક યોજાઇ

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૭: ગાંધીનગર ખાતે ભાજપના કમલમ કાર્યાલયે ભાજપના રાજયનાં પ્રમુખશ્રી સી. આર. પાટીલનાં અધ્યક્ષ સ્થાને કોળી સમાજનાં રાષ્ટ્રીય-અધ્યક્ષ કુંવરજીભાઇ બાવળીયાની હાજરીમાં કોળી-ઠાકોર સમાજની મોટી સંખ્યામાં આગેવાનોની હાજરીમાં બેઠક મળી હતી જેમાં કોળી - ઠાકોર સમાજની માંગણીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજયમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે આ સંમેલન મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલા આ સંમેલનમાં આમ તો આગામી ચૂંટણીના અનુસંધાને જ યોજવામાં આવ્યુ હતું. જેમાં મુખ્યત્વે કોળી-ઠાકોર નિગમમાં બજેટ વધારવા અને સમાજની સમસ્યાઓનાં નિકાલ માટે રાજય સરકાર યોગ્ય કરે તે હતી. જેને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે યોગ્ય કરવાની ખાત્રી આપી હતી અને આ માટે તેઓ રાજય સરકાર સાથે ચર્ચા કરી યોગ્ય કરશે તેવી ખાત્રી આપી હતી.
આ સંમેલનમાં કોળી સમાજનાં રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઇ બાવળીયા, ઉંપાધ્યક્ષ અને સાંસદ ભારતીબેન શિયાળ, સંત શિરોમણી રૂસિ ભારતીબાપુ સહિતનાઓએ પ્રાસંગિક ઉંદબોધન કરી સમાજમાં પ્રવર્તતા કુ. રિવાજો અને બાળકોનાં ઉંચ્ચ અભ્યાસ માટે જાગૃત થવા આહવાન કર્યુ હતું.
આ બેઠકમાં રાજયભરમાંથી કોળી ઠાકોર સમાજનાં આગેવાનો, બૌધિકો, શિક્ષણવિદો, જુનાગઢનાં સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પૂર્વ સાંસદ નટુભાઇ ઠાકોરના માર્ગદર્શન હેઠળ આ બેઠકનું સફળ આયોજન થયું હતું.
આ બેઠકમાં રાજયનાં ર૭ જીલ્લાનાં કોળી ઠાકોર સમાજના આગેવાનો ઉંપસ્થિત રહ્યા હતાં. જેમાં મુખ્ય આર. સી. મકવાણા, મુકેશભાઇ પટેલ, અર્જુનભાઇ ચૌહાણ, દેવાભાઇ માલમ, આર.સી. પટેલ, ભારતીબેન શિયાળ, ભરતસિંહ ડાભી, રાજેશભાઇ ચુડાસમા, કુંવરજીભાઇ બાવળીયા, કનુભાઇ પટેલ, કેશરીસિંહ સોલંકી, શંકરભાઇ વેગડ, નટુજી ઠાકોર, હિરાભાઇ સોલંકી, અજમલજી ઠાકોર, પરસોતમભાઇ સાબરીયા, ભગવાનજીભાઇ કરવટીયા, ભીખાભાઇ બારૈયા, ભાવનાબેન મકવાણા, પુંજાજી ઠાકોર, રોહિતજી ઠાકોર (ભામાશા), કનુભાઇ ડાભી, દિલીપસિંહ ઠાકોર, જયસિંહ ચૌહાણ, અર્જુનસિંહ ચૌહાણ, ગજેન્દ્રસિંહ પરમાર, માધુભાઇ ઠાકોર, ભરતસિંહ ડાભી, પુર્વ વિધાનસભાના ઉંપાધ્યક્ષ શંભુજી ઠાકોર સહિત રાજયભરમાંથી મુખ્ય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી સમાજનાં અણઉંકેલ પ્ર‘ો અંગે ચર્ચા કરી આગામી દિવસોમાં સમાજ ઉંત્થાન માટે બધાએ એક થવા હાકલ કરી હતી.
રાજયમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કોળી-ઠાકોર સમાજની આ બેઠક રાજકીય રીતે સૂચક માનવામાં આવી રહી છે.


 

(11:41 am IST)