Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ઉના અને ગીરગઢડા ગ્રામ્યમાં કમોસમી વરસાદથી ઘંઉ -ચણા -જીરૂ પાક તથા સુકવેલી મચ્છીને નુકશાન

આંબાના વૃક્ષો ઉપર કેરીના મોર ખરી પડયાઃ ભરશિયાળે વરસાદથી શરદી ઉધરસના કેસો

ઉનામં કમોસમી વરસાદથી રોડ ઉપર પાણી વહી ગયેલ તે તસ્વીર. (૪.૬)

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૭: ઉના તથા ગીરગઢડા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે ઠંડા પવન સાથે કમોસમી વરસાદ ર૦ મીનીટ સુધી વરસતા ગ્રામ્ય વિસ્તારમાં ઘઉં-ચણા-જીરૂ પાકો તથા દરીયા કાંઠે સુકવણી કરેલ મચ્છી પલળી જતા મોટી નુકશાની અંદાજાય છે. આંબાના ઝાડ ઉપર કેરીના મોર ખરી પડતા નુકશાની થઇ છે. ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે સવારથી વાદળીયુ વાતાવરણ રહયું હતું. બપોરે ઝરમર વરસાદ શરૂ થયેલ હતો. ત્યાર બાદ સાંજે પાંચ વાગ્યાથી ઠંડો પવન ફુંકાવવાનું શરૂ થયેલ અને ધોધમાર વરસાદ વરસી જતા પાણી વહી ગયેલ હતા. ઉના તાલુકાના દેલવાડા, નવાબંદર, સીમર, સૈયદ રાજપરા, સનખડા, સામતેર, ભયા, ખાપટ, વડવીયળા, જુડવડલી, ફાટસરમાં કમોસમી વરસાદ વરસતા ખેતરોમાં ઘઉં, ચણા, જીરૂ અને ડુંગળી પાકને મોટી નુકશાની થઇ છે. આંબા ઉપર આવેલા કેરીના મોર ખડી પડયા હતા. નુકશાન થયું છે. ગીરગઢડા તાલુકામાં કમોસમી વરસાદથી ખેડુતોને નુકશાની થઇ છે. દરીયા કાંઠે માછીમારોએ સુકવેલ મચ્છી પલળી જતા નુકશાની થઇ છે. ભરશિયાળે વરસાદ વરસતા શહેર ગ્રામ્યમાં શરદી, ઉધરસ અને સામાન્ય તવના કેસ શરૂ થયેલ છે.

(11:41 am IST)