Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ભાણવડના દુધાળા પ્રા. શાળાના શિક્ષકનું અકસ્માતમાં મોત

નોકરીએ જતી વખતે બનાવઃ જિલ્લાના શિક્ષકોમાં ઘેરો શોક

ખંભાળિયા, તા. ૭:. ભાણવડની દુધાળા પ્રા. શાળામાં શિક્ષક તરીકે પાંચેક વર્ષથી ફરજ બજાવતા અરવિંદભાઈ જેન્તીલાલ થાનકી (ઉં.વ. ૩૫) રહે. મજીવાણાના વિપ્ર યુવક ગઈકાલે પોતાનું બાઈક લઈને ઘરેથી શાળાએ નોકરી ઉંપર જતા હતા ત્યારે હાથલા પાસે પહોંચતા સામેથી આવતી જીજે ૧એચયુ ૦૬૧૮ નંબરના ફોરવ્હીલ ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અરવિંદભાઈ ફંગોળાઈ જતા માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા થતા આસપાસના લોકો દોડી આવી કોઈએ ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ના ઈએમટીએ ઘટના સ્થળ પર પહોંચી યુવકને મૃત જાહેર કરી ભાણવડ પોલીસને જાણ કરી મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો. બનાવના પગલે ભાણવડ પોલીસે કૌટુંબીક ભાઈ અજય વિનોેદભાઈ થાનકીની ફરીયાદ પરથી પોલીસે ઉંપરોકત નંબરના સ્વીફટ કારના ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. મૃતક અરવિંદભાઈના પિતા હયાત નથી. સંતાનમાં બે પુત્રી છે. હજુ શિક્ષક તરીકે નોકરી કરતા હતા તેને પાંચ વર્ષ થયા હતા. તેમના આકસ્મિક અવસાનથી પરિવાર શોકમાં ગરક થયો છે. કરૂણ બનાવના પગલે ભાણવડ તાલુકાના શિક્ષકોએ પરિવારને સાંત્વના પાઠવી હતી.
શેઢા પાસે માલઢોર ચરાવવા બાબતે માથાકુટ
મોવાણ ગામે રહેતા ધાનાભાઈ ભાયાભાઈ ગોજીયા (ઉં.વ. ૭૨) નામના આહીર વૃદ્ઘ પોતાની વાડીએ હતા ત્યારે ભુરા દેવીપૂજક તથા બે અજાણી સ્ત્રીએ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે ધાનાભાઈએ ખંભાળીયા પોલીસ મથકમાં ભૂરા દેવીપૂજક તથા અજાણી બે સ્ત્રી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે. ધાનાભાઈની વાડીના શેઢા ઉંપર ભુરો તેમના માલઢોર ચરાવતોે હોય આથી તેને અહી માલઢોર ચરાવવાની ના પાડતા લાકડીથી માર માર્યો હતો જ્યારે બે મહિલાઓએ ઢીકાપાટુનો માર મારતા સારવારમાં ખસેડયા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(12:50 pm IST)