Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

દેરડી(કુંભાજી) ખાતે શ્રી ચૈતન્યસ્વામી પ્રવેશદ્વાર લાભાર્થે શ્રીમદ્ સત્સંગિ જીવન કથા પારાયણ

પૂ.પૂર્ણસ્વરૂપદાસજી દ્વારા કથાનું રસપાન

(નરેશ શેખલીયા દ્વારા) ગોંડલ, તા.૭: ગોંડલના દેરડી(કુંભાજી) ગામે શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ દેરડી(કુંભાજી) અને સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયણનુ આયોજન કરવામાં આવેલ છે.પરમ પૂજય સદગુરૂ મહંતશ્રી ચૈતન્યદાસજી સ્વામી (લોએજ)ની ૧૦૦ વર્ષની જન્મજયંતિની ઉજવણીના ભાગ રૂપે અને શ્રી ચૈતન્યસ્વામી પ્રવેશ દ્વારના લાભાર્થે યોજાઈ રહેલ આ પાંચ દિવસના કથા મહોત્સનો પ્રારંભ થયો છે.

પૂજય સ્વામી શ્રી પૂર્ણસ્વરૂપદાસજી કથામૃતનું રસપાન કરાવે છે. દેરડી(કુંભાજી) લેઉવા પટેલ સમાજ ખાતે યોજાઈ રહેલ કથાના પ્રથમ દિવસે પોથીયાત્રા સ્વામિનારાયણ મંદિર ખાતેથી નીકળી હતી અને વાજતે ગાજતે ભજન કિર્તન સાથે ગામના રાજમાર્ગો ઉપર ફરીને કથા સ્થળે પહોંચી હતી.પાંચ દિવસની આ કથા મહોસત્વ દરમિયાન બપોરના ૩ થી ૬ અને રાત્રીના ૮ થી ૧૧ વાગ્યા સુધી કથા રસપાનનું આયોજન કરવામાં આવેલ છે.ત્યારે પાંચ દિવસની આ કથા દરમિયાન ઘનશ્યામ પ્રાગટ્ય મહોત્સવ,ગાદી પટ્ટાભિષેક મહોત્સવ, મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવ,અન્નકૂટ મહોત્સવ,દિવ્ય શાકોત્સવ અને ઘર સભા સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. કથા દરમિયાન તારીખ ૭/૧/૨૨ના શુક્રવારના રાત્રીના ૯ કલાકે યોજાઈ ૬૪૧મી ઘરસભા પૂજય સદગુરૂ સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના મુખેથીનું સાંભળવાનું આયોજન કરેલ છે.ત્યારે આ કથા મહોત્સવ દરમિયાન શ્રી ચૈતન્યદાસજી સ્વામી(લોએજ) સહિતના અનેક સંતો ઉપસ્થિત રહેવાના છે.તેમજ દેરડી(કુંભાજી) ગામે નિર્માણ પામી રહેલ ત્રણ ત્રણ ભવ્ય પ્રવેશદ્વારોનું ખાતમુહૂર્ત પણ આ પ્રસંગે કરવામાં આવેલ છે. જેમને લઈને દેરડી(કુંભાજી)ના સમસ્ત ગ્રામજનોમાં એક અનોખો ધાર્મિક ઉત્સાહ ફેલાઈ જવા પામે છે.તો બીજી તરફ દેરડી(કુંભાજી) ગામે આજથી પ્રારંભ થયેલ પાંચ દિવસની આ સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ YOUTUBEના માધ્યમ દ્વારા વર્ણીરાજ ફોટો ચેનલ ઉપર નીહાળી પણ શકાશેનું આયોજકો દ્વારા જણાવેલ છે.

(11:42 am IST)