Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

સૌરાષ્ટ્ર - કચ્છમાં ઝાકળવર્ષા : વાદળા ઘટયા - ટાઢોડુ વધ્યું

કમોસમી વરસાદથી શિયાળુ પાકને નુકસાન : લઘુત્તમ તાપમાનનો પારો સ્થિર

પ્રથમ તસ્વીરમાં જામજોધપુર, બીજી તસ્વીરમાં સાવરકુંડલામાં ઝાકળવર્ષા, ત્રીજી તસ્વીરમાં કોટડાપીઠા, ચોથી તસ્વીરમાં મોટી પાનેલી તથા પાંચમી અને છઠ્ઠી તસ્વીરમાં કોડીનારમાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીર : દર્શન મકવાણા (જામજોધપુર), દિપક પાંધી (સાવરકુંડલા) ભરત મહેતા (કોટડાપીઠા) અતુલ ચગ (મોટી પાનેલી), અશોક પાઠક (કોડીનાર) (પ-૧ર)

રાજકોટ તા. ૭ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર માવઠામય માહોલ સાથે કમોસમી વરસાદ પડયા બાદ ગઇકાલ બપોર બાદથી વાદળાનું જોર ઘટયુ છે અને આજે પણ સર્વત્ર આછા વાદળા છવાયા છે. આવા વાતાવરણ સાથે આજે સવારે ઝાકળવર્ષા છવાઇ હતી.

કમોસમી વરસાદથી શિયાળુ પાકને નુકશાન થયુ છે.

આજે કચ્છના નલીયામાં ૧૬.ર ડીગ્રી, રાજકોટમાં ૧પ.૩ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

 કોડીનાર

(અશોક પાઠક દ્વારા) કોડીનાર : કોડીનાર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કાલે વહેલી સવારથી જ વરસાદી ધાબડીયું વાતાવરણ રહ્યા બાદ દિવસ દરમિયાન કમોસમી વરસાદ પડયો હતો. વરસાદને પગલે ઘઉં તથા ચણા સહિતના પાકોને નુકશાન થવાની શકયતા છે ત્યારે આંબાના બગીચામાં પણ વ્યાપક નુકશાન થશે તેવું તજજ્ઞો જણાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એક જ વરસમાં ખેડૂતોને કુદરતી આફતના નામનો ચોથો ધુંબો છે. જગતતાત મુશ્કેલીમાં મુકાયો છે.

મોટી પાનેલી

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી : ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં સવારથી મેઘો ધીમીધારે મંડાયો છે. ગઇકાલે પણ સવારે છાંટા વરસી ગયેલ પરંતુ કાલે મેઘાએ નુકશાન કરવાનું નકકી કરેલ હોય એમ વરસી રહયો હતા વરસાદને લીધે ઉભા મોલને ભારે નુકશાન આવશે જેને લઇને ધરતીપુત્ર માયુસ બની બેઠો છે ઘઉં, જીરૃં, ચણા, ધાણા વગેરે પાર્ક અત્યારે ખેતરોમાં ઉભો છે પણ લાગે છે ે જગતાતના હાથમાં કઇ આવશે નહીં. (૯.૩)

જામજોધપુર

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર : જામનગર જીલ્લાના જામજોધપુરમાં આજે સવારે જોરદાર ઝાકળવર્ષા થઇ હતી.

વિંછીયા

(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા : અહીં વિંછીયામાં બે દિવસના માવઠું અને વરસાદી માહોલ બાદ આજ સવારથી સૂર્ય નારાયણના તેજ કેસરી કિરણોથી આહલાદક મસ્ત વાતાવરણ લોકો માણી રહ્યા છે. બે દિવસના બૂંઢાવાતાવરણથી લોકોને છુટકારો થતા હાશકારો થયો છે !!

સાવરકુંડલા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા : સાવરકુંડલા પંથકમાં ગઇકાલે આખો દિવસ વાદળ છાયા વાતાવરણ વચ્ચે જરમર જાપટા વરસતા રહ્યા હતા. દિવસભર જરમર વરસાદ વરસતા વાતાવરણ ટાઢુબોળ થતા બજારો સમી સાંજથી સુમરામ થઇ ગઇ હતી. લોકો વહેલાસર પોતાનાં ઘરે પહોંચી ગયા હતા. જયારે જેના કારણે વાહન ચાલકોને ભારે પરેશાની વેઠવી પડી હતી. જો કે આજે સૂર્યનારાયણના દર્શન થતા ધુમ્મસ દૂર થયું હતુ અને વાતાવરણ પણ ગઇકાલ કરતા ચોખ્ખુ થતા લોકોમાં રાહતની લાગણી ફેલાઇ હતી.

કોટડા પીઠા

(ભરત મહેતા દ્વારા) કોટડાપીઠા : આજુબાજુનાં ગ્રામ્ય પંથકમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી મુજબ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વાદળ છાયાં વાતાવરણ વચ્ચે આજે બપોરના સમયે કમોસમી વરસાદ પડયો આમ ભર શીાયળે ઠંડી સાથે કમોસમી વરસાદી ઝાપટા પડતા મેઇન બજારમાં પાણી ચાલુ થયેલ જો વધુ કમોસમી વરસાદ પડશે તો ચણા, ઘંઉ, જીરૂના ઉભા પાકોને નુકશાન થવાની શકયતા છે. તેમજ ઇંટોના ભઠ્ઠાવાળાને ને પણ નુકશાન થશે. હાલ પણ વરસાદ માહોલ રૂપે વાદળો ઘેરાયેલા છે. કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરેલ.

કયાં કેટલી ઠંડી

શહેર       લઘુત્તમ તાપમાન

અમદાવાદ   ૧૩.૮ ડિગ્રી

અમરેલી      ૧૩.૬  ,,

વડોદરા      ૧૬.૪  ,,

ભાવનગર    ૧૬.૦  ,,

ભુજ          ૧૬.૫  ,,

દાદરાનગર હ.     ૧૭.૬       ,,

દમણ         ૨૦.૦  ,,

કંડલા         ૧૭.૫  ,,

ડીસા         ૧૩.૪  ,,

દીવ          ૧૬.૦  ,,

દ્વારકા         ૧૯.૬  ,,

જુનાગઢ      ૧૩.૬  ,,

નલીયા       ૧૬.૨  ,,

ઓખા         ૧૯.૦  ,,

પાટણ        ૧૩.૪  ,,

રાજકોટ       ૧૫.૩  ,,

વેરાવળ      ૧૬.૮  ,,

પોરબંદર     ૧૭.૪  ,,

સુરત   ૧૭.૬   ,,

(11:43 am IST)