Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

મોરબી યુવા સિરામિક ઉદ્યોગપતિ નિરવ પટેલના જન્મદિન પર અભિનંદન વર્ષા.

મોરબીના યુવા ઉદ્યોગપતિ અને સામાજિક, સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા અને મોરબી પાટીદાર યુવાનો સહિત સમાજમાં આદરણીય સ્થાન ધરાવતા  નિરવભાઈ પટેલનો આજે જન્મદિવસ છે.
નિરવભાઇ વિન્ટેઝ ટાઇલ્સ પ્રા.લી. ના ડાયરેક્ટર, સનગ્લોઝ સિરામિક ઇન્ડસ્ટ્રીઝના પાર્ટનર હોવા સાથે મોરબી સિરામિક ફ્લોર ટાઇલ્સ અસો.માં ઉપપ્રમુખ તરીકે પણ સેવાઓ આપી રહ્યાં છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ. જે.પટેલના પુત્ર નિરવ ભાઈ પિતાના પગલે બરવાળા હાઇ સ્કૂલના તેમજ ઉમિયા માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ સામાજીક જવાબદારીઓ નિભાવી રહ્યા છે.
આજે તેમના જન્મદિન પર પરિવારની  આશીર્વાદવર્ષા સાથે તેમના વિશાળ મિત્રવર્તુળ તરફની તેમના મો.ન. 9825223481 પર સુભકામનાઓ પાઠવવા સાથે અભિનંદન વર્ષા થઈ રહી છે.

(12:04 pm IST)