Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

શનિવારે મોરબી એલ.ઇ.કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન

સ્વાગત હોલ ખાતે લેંકો એલ્યુમિની એસોસિએશન દ્વારા આયોજન

 મોરબી,તા.7: મોરબીની એલઇ એન્જીનીયરીંગ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન લેંકો એલ્યુમિની એસોસિએશન દ્વારા આગામી તા.૮ને શનિવારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે ગેટ ટુ ગેધરનું આયોજન કરાયું છે.
મોરબી એલઇ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન લેંકો એલ્યુમિની એસોસિએશનના મોરબી ચેપટર દ્વારા આગામી તા.૮ને શનિવારે અહીંના સ્વાગત હોલ રવાપર રોડ ખાતે સાંજે ૬.૪૫થી ૭.૪૫ ગેટ ટુ ગેધરનું આયોજન કરાયું છે. સાથે અલ્પાહારની વ્યવસ્થા પણ પરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. જેથી મોરબીમાં રહેતા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હાજરી આપવા અનુરોધ કરાયો છે. મિટિંગમાં હાજરી સુનિશ્ચિત કરવા માટે નામ અગાઉંથી નોંધાવવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે. વધુ વિગતો માટે અમૃત મેનપરા ૯૮૨૫૬૨૬૨૩૬, નરસંગ હૂંબલ ૯૯૨૫૨૦૯૧૨૭, હસમુખભાઈ ઉંભડિયા ૯૮૨૫૨૩૧૧૫૨ અને અમરીશ પટેલ ૯૮૨૪૦૬૫૪૦૧નો સંપર્ક કરવો.

 

(12:04 pm IST)