Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

મોરબીમાં મકરસંક્રાંતિ અંગે ઓનલાઇન ઓપન વકતૃત્વ સ્પર્ધા.

ઈન્ડિયન લાયોનેસ કલ્બ દ્વારા બે કેટેગરીમાં સ્પર્ધા યોજાશે

મોરબી :  ઈન્ડિયન લાયોનેસ કલ્બ મોરબી દ્વારા ઓનલાઇન ઓપન વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધામાં આપવામાં આવેલ ૨ વિષય પર વિડિઓ બનાવીને મોકલવાનો રહેશે.વિડિઓ કોઈપણ ભાષામાં આપી શકાશે.

મોરબીની ઈન્ડિયન લાયોનેસ કલ્બ દ્વારા ઓનલાઇન ઓપન વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં બાળકોના બે ગૃપ બનાવામાં આવ્યા છે.પહેલુ ગ્રુપ ૫ થી ૧૦ વર્ષના બાળકો માટે અને બીજુ ગ્રુપ ૧૧ થી ૧૬ વર્ષના બાળકો માટે બનાવવામાં આવ્યું છે.બન્ને ગૃપમાં વિષય સરખા રાખવામાં આવ્યા છે અને બંને ગૃપમાં ૧ થી ૩ રેન્ક આપવામાં આવશે.આ સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોએ મકરસંક્રાંતિનું ઐતિહાસિક મહત્વ અને મકરસંક્રાંતિ અને આરોગ્યના વિષય પર 3 મીનીટનો વિડીઓ બનાવીને મોકલવાનો રહેશે.આ વિડીઓમાં બાળકનું પુરુ નામ અને વાલીનો મોબાઈલ નંબર તથા બાળકની ઉંમર જણાવવાની રહેશે .આપેલ બે વિષયમાંથી કોઈ એક વિષય પર ૩ મિનિટનો વિડીઓ બનાવવાનો રહેશે.વિડીઓ કોઈપણ ભાષામાં આપી શકાશે.
ઓનલાઇન ઓપન વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તા.૧૩ રહેશે .રજિસ્ટ્રેશન માટે શોભનાબા મો.9979329837,પ્રીતિબેન મો.9328970499,નયનાબેન મો.8530531830,જયોતિબેન મો.9624922933,કવિતાબેન મો.7284842189 પર સંપર્ક કરવો.રિઝલ્ટ પર્શનલમાં ફોન કે મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.

(12:06 pm IST)