Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં મોરબીના મહિલા પોલીસકર્મી ભૂમિકાબેન ચોથી વખત ગોલ્ડ મેડલ જીત્યા.

સીનીયર બહેનોના વિભાગમાં ગોલ્ડ મેડલ વિજેતા બન્યા.

મોરબી : ૩૬ મી ગુજરાત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૨ માં મોરબી જીલ્લા પોલીસમાં ફરજ બજાવતા ભૂમિકાબેન ભૂત સીનીયર બહેનોના વિભાગમાં ગોલ્ડ મેડલ જીતીને મોરબી પોલીસનું ગૌરવ વધાર્યું છે
ભૂમિકાબેન દુર્લભજીભાઈ ભૂત વૂમન લોકરક્ષક તરીકે મોરબી જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવે છે જે મૂળ ચાચાપર ગામના વતની છે જેઓ વર્ષ ૨૦૧૮ થી અત્યાર સુધીમાં કુલ ૨૫ જેટલી એથલેટીક્સ ઇવેન્ટની અલગ અલગ કક્ષાઓની સ્પર્ધામાં ભાગ લઈને તમામ ઇવેન્ટમાં ઉત્તમ પ્રદર્શન કરીને મોરબી જીલ્લા પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યું છે જેઓ અત્યાર સુધીમાં ૨૨ ગોલ્ડ મેડલ, ૦૨ સિલ્વર મેડલ, ૦૧ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયેલ છે
ત્યારે તાજેતરમાં જુનાગઢ દ્વારા દર વર્ષે યોજાતી ગુજરાત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં વર્ષ ૨૦૨૨ માં ભૂમિકાબેન દ્વારા સીનીયર બહેનોના વિભાગમાં ૪૧.૨૮ મિનીટમાં ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા પૂર્ણ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે અગાઉ વર્ષ ૨૦૧૯-૨૦ માં ગીરનાર સ્પર્ધા ૩૮.૨૧ મીનીટમાં રેકોર્ડ સાથે પૂર્ણ કરી હતી છેલ્લા ચાર વર્ષથી જુનાગઢ ગીરનાર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી ભૂમિકાબેન મોરબી જીલ્લા પોલીસને ગૌરવ અપાવવા બદલ મોરબી જિલ્લા પોલીસવડા એસ. આર. ઓડેદરાના હસ્તે તેમનું સન્માન કરાયું હતુ.

(12:07 pm IST)