Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

મોરબીના ગ્રાહકને વીમા કંપની પાસેથી ન્યાય મળ્યો, વીમા ક્લેમના ૩.૧૯ લાખનો ચેક અર્પણ : જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે ગ્રાહકને ન્યાય અપાવ્યો

મોરબીના એક ગ્રાહકે વીમા અંગેનો કેસ કર્યો હોય જે અંગે જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે ગ્રાહકને ન્યાય અપાવ્યો હતો અને વીમા કંપની પાસેથી મળેલ વીમા કલેઈમનો ૩.૧૯ લાખનો ચેક આવતા ગ્રાહકને અર્પણ કરવામાં આવ્યો હતો
મોરબીના રવાપરના વતની રવજીભાઈ ગંગારામભાઈ વિરમગામાની મોટરકારના વિમાનો કેસ મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ધી ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાંથી ૩,૧૯,૭૯૯ રૂપિયાનો ચેક આવતા ચેક ગ્રાહકને અર્પણ કરાયો હતો
મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને મંત્રી રામભાઈ મહેતા સરકારની જાગો ગ્રાહક જાગો યોજના સફળ થઈ રહી છે. ગ્રાહકના હિત માટે સરકાર દ્વારા ઘણી સુવિધા આપવામા આવે છે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા અવારનવાર જાગો ગ્રાહક જાગોના સેમીનાર પણ યોજવામા આવે છે. ગ્રાહકને કોઈપણ પ્રકારની છેતરપીંડી કે અન્યાય થાય તો મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ નો સંપર્ક કરવા પ્રમુખ લાલજીભાઈ મહેતાની યાદી જણાવે છે

(12:11 pm IST)