Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૮ કેસ નોંધાયા : એક્ટીવ કેસનો આંક સદીને વટાવી ગયો.

મોરબી જીલ્લામાં કોરોના કેસોમા સતત વધારો થઇ રહ્યો છે જેમાં આજે જીલ્લામાં કોરોનાના નવા ૧૮ કેસો નોંધાયા છે તો બે દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે
મોરબી જીલ્લામાં આજે નવા ૧૮ કેસો નોંધાયા છે જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૫ અને શહેરી વિસ્તારમાં ૦૯ કેસો, ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૧ અને માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૩ કેસો મળીને નવા ૧૮ કેસો નોંધાયા છે તો આજે બે દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

(12:13 pm IST)