Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

મોરબીના સરદાર બાગ નજીક સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવામાં વિધ્નથી રોષ :

ક્રાંતિકારી સેના દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું.

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સરદાર બાગ સામેના પાર્કિંગ ખાતે સ્થાપિત કરવાની હોય જેમાં કેટલાક તત્વો અવરોધ પેદા કરતા હોય જેથી સંસ્થા દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે
ક્રાંતિકારી સેના દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે ક્રાંતિકારી સેના મોરબી દ્વારા મોરબી નગરપાલિકાના જનરલ બોર્ડમાં મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવા માટે સર્વાનુમતે ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો અને શનાળા રોડ પર સરદાર બાગ સામેના પાર્કિંગમાં માત્ર ૬ X ૬ ફૂટની પ્રતિમા મુકવા માંગણી કરી હતી જે પ્રતિમા મુકવાથી યુવા પેઢીને ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝના જીવન અને બલિદાન વિષે પ્રેરણા મળી રહે અને તેમને આપેલ બલિદાન યાદ કરાવવાના હેતુથી પ્રતિમા મુકવા માંગતા હતા
જોકે કેટલાક રાજકીય વગ ધરાવતા અને પોતાની મનમાની ચલાવતા બે ચાર લોકોએ વિરોધરૂપે એક પત્ર આપેલ જેની જાણ થતા પાલિકા તંત્રમાં તપાસ કરી હતી જેમાં જે લોકોને લખતા નથી આવડતું તેની સહીઓ આમાં સામેલ છે અને એક સ્કૂલના પ્રિન્સીપાલની બોગસ સહી કરવામાં આવી છે જેથી ક્રાંતિકારી સેના તમામ લોકોને સમજાવી અને આ જગ્યા પર કઈ રીતે પ્રતિમા મુકીએ તેની સાચી માહિતી આપી હતી જેથી તેનો કોઈ વિરોધ નથી આમ માત્ર ૬ X ૬ ફૂટની પ્રતિમા મુકવા માંન્ગીઓએ છીએ તેમાં પણ અવરોધ પેદા કરાય છે જેથી મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવાના વિરોધ અંગે યોગ્ય પગલા ભરવા અને ન્યાય અપાવવા માંગ કરવામાં આવી છે.

(12:16 pm IST)