Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

જૂનાગઢ સ્ત્રી-નિકેતન સંસ્થાની કારોબારીની વરણીઃ પ્રમુખ પદે ક્રિષ્નાબેન અઢિયાઃ બહેનોને સતત કાર્યશીલ રહેવા અપીલ કરતા ચેરપર્સન મીનાબેન ચગ

પૂર્વ મેયર આદ્યશકિતબેને સંસ્થાની તથા બહેનોની પ્રવૃત્તિને બિરદાવી

જૂનાગઢ, તા. ૭ :. જૂનાગઢ ખાતે કાર્યરત સ્ત્રી-નિકેતન સંસ્થાની વર્ષ ૨૦૨૨ની વરણી ચેરપર્સન મીનાબેન ચગ તેમજ વાઈસ ચેરપર્સન તરૂબેન ગઢીયા દ્વારા જાહેર કરવામાં આવેલ. આઝાદ ચોક રેડક્રોસ હોલ ખાતે તા. ૪ જાન્યુઆરીના રોજ સંસ્થાની જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં મકરસંક્રાતના તહેવારને અનુલક્ષીને મીઠા ખીચડાની સ્પર્ધા રાખવામાં આવેલ. જેમા બહેનોએ અનેરા ઉત્સાહ સાથે ભાગ લીધેલ. અનુક્રમે પ્રથમ રમાબેન જોષી, મિનાક્ષીબેન માંડલીયા તથા મૃદુલાબેન કારીયા વિજેતા બનેલ. જ્યારે વાર્ષિક લક્કી ડ્રોમાં અનુક્રમે જલ્પાબેન જોષી, ભાવનાબેન જોષી તથા નયનાબેન હીરપરા વિજેતા બનેલ. આ સાથે પ્રમુખ શ્રી રશ્મિબેન વિઠલાણીએ હાઉસી રમાડેલ.

સંસ્થાના પ્રણેતા, મોભી એવા પૂર્વ ચેરપર્સન સ્વ. શ્રી પદ્માબેનને શાબ્દીક શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. સંસ્થાના આ પ્રોગ્રામમાં ખાસ પધારેલ પૂર્વ મેયર શ્રી આદ્યશકિતબેન મજમુદારે પોતાના પ્રવચનમાં સંસ્થાની તથા બહેનોની પ્રવૃતિને બિરદાવેલ. સંસ્થામા સભ્ય બનતા દરેક બહેનોને શુભેચ્છા-ભેટ આપવામાં આવેલ. અંતમાં સંસ્થાની સભ્ય બહેનો તથા કારોબારી બહેનોને વિવિધલક્ષી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી સંસ્થાને ધબકતી રાખવા અપીલ કરતા ચેરપર્સન મીનાબેન ચગે નવા વર્ષની કારોબારીની જાહેરાત કરી હતી. વાઈસ ચેરપર્સન તરૂબેન ગઢીયા દ્વારા બહેનોને દરેક પ્રોગ્રામમા ઉપસ્થિત રહી સ્પર્ધાઓ તથા કાર્યક્રમોનો લાભ લેવા અપીલ કરી હતી. નવા પ્રમુખ શ્રી ક્રિષ્નાબેને સર્વનો આભાર માનેલ હતો.(૨-૮)

સ્ત્રી નિકેતન સંસ્થા

વર્ષઃ ૨૦૨૨ની કારોબારી

ચેરપર્સનઃ મીનાબેન ચગ

વાઈસ ચેરપર્સનઃ તરૂબેન ગઢિયા

કાર્યકારી પ્રમુખઃ રશ્મિબેન વિઠલાણી

પ્રમુખઃ ક્રિષ્નાબેન અઢિયા

ઉપપ્રમુખઃ રોહિણીબેન આચાર્ય

મંત્રીઃ અનીલાબેન મોદી

સહમંત્રીઃ પ્રવિણાબેન વાઘેલા

ટ્રેઝરરઃ ભાવનાબેન વૈષ્નવ

જોઈન્ટ ટ્રેઝરરઃ ઉષાબેન પટણી

કારોબારી સભ્યઃ -

મલ્કાબેન વોરા,

રમાબેન જોષી,

મૃદુલાબેન કારીયા,

રીદ્ધિબેન કપુપરા,

ભાવનાબેન કે. વૈષ્નવ

(12:24 pm IST)