Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ભરણપોષણના કેસમાં જૂનાગઢ જેલમાંથી વચગાળાના જામીન મેળવી પાકા કામના ફરાર આરોપીને વિસાવદર પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ

જૂનાગઢ,તા.૭ : પોલીસ અધીક્ષક રવીતેજા વાસમ શેટ્ટીની સુચના હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સારૂ ગુન્હા ના કામે ના નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી આરોપીઓને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લૉ સ્કોડ ને તેમજ જીલ્લા પોલીસ તંત્રને સદરહુ કામગીરી અસરકારક કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ  એચ.આઇ.ભાટીના માર્ગદર્શન અને સુચના મુજબ પેરોલ ફલોસ્કોડના  પો.સબ.ઈન્સ.એસ.એન. ક્ષત્રિય  તથા એ.એસ.આઇ. પ્રદીપભાઈ ગોહિલ તથા પો.હેડ કોન્સ. સંજયભાઈ વઘેરા, પો.કોન્સ. પ્રકાશભાઈ અખેડ પો.કોન્સ દિનેશભાઇ છેયા પો.કોન્સ. સંજયભાઈ ખોડભાયા એ રીતે નાઓની ટીમદ્રારા જૂનાગઢ જીલ્લામાં જુદા જુદા  પોલીસ સ્ટેશનો મા ગુન્હા ના કામે નાસતા ફરતા આરોપી ઓ તથા જેલ ફરારી આરોપીઓને પકડવા સારૂ જિલ્લા વિસ્તારમાં   પેટ્રોલિંગમાં હતા બાતમી રાહે હકિકત મળેલ કે જૂનાગઢ જિલ્લામ જેલમાંથી ૬ માસ પહેલા ફેમિલી કોર્ટ જૂનાગઢ ફો.પ.અ.ન.૩૨૨/૧૮ સી.આર.પી.સી. ૧૨૫ના કામે જૂનાગઢ જેલમાં સજા ભોગવતા પાકા કામના કેદી રફીકશા બાબુશા સર્વદી ફકીર   ઉ.વ.૪૦ રે.વિસાવદર વાળો ગઇ તા.૧૭/૫/૨૧ના રોજ વચગાળાના જમીન મેળવી પોતાના વતન વિસાવદર   ગયેલ હતો મુદત પુરી થયે જૂનાગઢ જેલ હાજર થવાનુ હતું પરંતુ હાજર ન થઇ પોતાની મેળે બારોબાર ફરાર થઇ ગયેલ હોય મજકુર આરોપી પોલીસની પકડ થી નાસતો ફરતો હોય અને તે આરોપી હાલ વિસાવદરના  સતાધાર  રોડ વિસ્તારમાં રસ્તા પર આટા ફેરા મારે છે તેવી હકીકત મળતા ઉકત જગ્યાએ જઇ વોચ તપાસ માં રહેતા મજકુર આરોપી મળી આવતા તેનુ નામ ઠામ પુછતા પોતાનુ નામ રફીકશા બાબુશા સર્વદી ફકીર  રે.વિસાવદર  વાળો બતાવતો હોય મજકુર આરોપી જૂનાગઢ જેલ નો ફરાર કેદી હોવાની કબૂલાત કરતો હોય જેથી તેને હસ્તગત કરી જૂનાગઢ લાવી જૂનાગઢ  જિલ્લા જેલ ખાતે સોપી આપવામા આવેલ છે.

(12:25 pm IST)