Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

બાબરાના ગમાપીપળીયાની સગીરા ઉપર દુષ્કર્મ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૭ :  અમરેલી, બાબરા તાલુકાના ગમાપીપળીયા ગામની સગીરાને મોટા દેવળીયા ગામના હર્ષદ જારેરા કોળી પોતાની સાથે લઇ જઇ ફોટાવાઇરલ કરવાની ધમકી આપી મોટાદેવળીયા, ખાનપર, દડવા સહિત અલગ અલગ જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારી ભાવેશ ચંદુભાઇ રાઠોડે છેડતી કર્યાની બાબરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

બાબરા તાલુકાના ચમારડી ગામે ભારતીબેન દિલીપભાઇ ચારોલીયાના રહેણાંક મકાને એલસીબી પો. કોન્સ. રાહુલ કુમર ઢાપાએ રેઇડ કરીને દેશી દારૂ પ૦ લી, આથો ૬૦૦ લી અને સાધનો મળી રૂા. ૩૪૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ. જયારે દિલીપ બાબુભાઇ ચારોલીયા રેઇડ દરમિયાન હાજર મળી આવેલ ન હતો.

(12:25 pm IST)