Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

કૃષિ મંત્રીએ જામનગર ટેક ફેસ્ટ -૨૦૨૨ની મુલાકાત લીધી

બ્રાસ ઉદ્યોગ નવી ટેકનોલોજીથી માહિતગાર બનશે તેમજ વૈશ્વિક સ્તરની હરીફાઇમાં ટકી રહેવા સક્ષમ બનશે

જામનગર,તા. ૭ : જિલ્લાના ઉદ્યોગોને નવી ટેકનોલોજીથી માહિતગાર કરવા આયોજિત જામનગર ટેક ફેસ્ટ-૨૦૨૨માં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ૨૫૦ સ્ટોલના માધ્યમથી ૨ લાખથી ૫૦ લાખ સુધીના મશીનો એક જ સ્થળે મળી રહે તેવા આયોજનને બિરદાવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે જામનગર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ આ ટેક ફેસ્ટના માધ્યમથી નવી ઊંચાઈઓને આંબશે જામનગરના નાના મોટા તમામ ઉદ્યોગોને આ સ્થળેથી રાષ્ટ્રીય કક્ષાનુ પ્લેટફોર્મ મળી રહેશે. સમગ્ર દેશમાંથી આ ટેક ફેસ્ટમાં વિવિધ ઔદ્યોગિક એકમોએ ભાગ લીધો છે ત્યારે જામનગરનો બ્રાસ ઉદ્યોગ નવી ટેકનોલોજીથી માહિતગાર બનશે તેમજ વૈશ્વિક સ્તરની હરીફાઈમાં ટકી રહેવા સક્ષમ બનશે. 

આ તકે મંત્રીશ્રીએ વિવિધ ઔદ્યોગિક સ્ટોલની મુલાકાત લીધી હતી અને સમગ્ર આયોજન બદલ જામનગર જી.આઇ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ એસોસીએશન તથા લદ્યુ ઉદ્યોગ ભારતીના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

(12:26 pm IST)